સિહોર નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમની ઓફિસ ખાતે ધનસુખભાઈ ભંડારીએ શુભેચ્છા મુલાકાત લીધી : અહીં ચા પાણી નાસ્તો કર્યા

દેવરાજ બુધેલિયા
ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડારી સિહોરના મહેમાન બન્યા હતા સિહોર નગરપાલિકાના પ્રમુખ પ્રજાભિમુખ પ્રજાના માણસ વિક્રમભાઈ નકુમની ઓફિસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી વિક્રમભાઈના મહેમાન બન્યા હતા ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડારીએ અહીં ચા પાણી નાસ્તો કર્યા હતા અને વિકાસ પુરુષ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકાસ લક્ષી કામોની વાતો વાગોળી હતી આ તકે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડારીએ જણાવ્યું હતું કે ફાયનાન્સ બોર્ડના માધ્યમથી છેલ્લાં પ વર્ષમાં રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને રૂા. ૩૮,૫૦૦ કરોડની ગ્રાન્ટ પૂરી પાડવામાં આવી છે.

જેનાથી નગરપાલિકા વિસ્તારમાં રોડ, રસ્તા, ગટર, પાણીની સુવિધાઓ, કોમ્યુનિટી હોલ સહિતની વિવિધ સુવિધાઓ સાકાર થઇ છે.તેમણે આ સંદર્ભમાં ઉમેર્યું કે, આ જનલક્ષી સુવિધાઓથી લોકોના જીવન ધોરણમાં સુધારો આવ્યો છે. નગર હવે લવેબલ અને લીવેબલ બનવાં લાગ્યાં છે. લોકોની પાયાની જરૂરીયાત સાથે બાગ- બગીચા વગેરેની સુવિધાઓ ઉભી કરી મહાનગર જેવી સુવિધાઓ આ નગરપાલિકા વિસ્તારોમાં પણ ઉભી કરવામાં આવી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ગામડાઓમાં પણ શહેર જેવી સુવિધાઓ પૂરી પાડવાં માટે કટિબધ્ધ છે. આ મુલાકાત વેળાએ નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈની સાથે સૂત્રપાડા નગરપાલિકા પ્રમુખ દિલીપસિંહ બારડ પણ આ વેળાએ જોડાયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here