પહેલા કોલેજો ખોલવાની સરકારની વિચારણા : ‘આરોગ્ય વિભાગ સાથે પરામર્શ કર્યા બાદ જ આ અંગે અંતિમ નિર્ણય લેવાશે

દેવરાજ બુધેલીયા
કોરોના મહામારી વચ્ચે રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલો છેલ્લાં ૭ મહિનાથી બંધ કરાઇ હતી. ત્યારે  કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણીએ મહત્વનો આદેશ કર્યો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ‘મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં દિવાળી બાદ સ્કૂલો ખોલવાનો નિર્ણય લેવાયો છે. જો કે પહેલા કોલેજો ખોલવાની સરકારની વિચારણા છે.’

જો કે બેઠકમાં CM રૂપાણીએ જણાવ્યું હતું કે, ‘આરોગ્ય વિભાગ સાથે પરામર્શ કર્યા બાદ જ આ અંગે અંતિમ નિર્ણય લેવાશે.’ મુખ્યમંત્રી રૂપાણીએ મંત્રી મંડળના સભ્યોને પણ ધારાસભ્યો સહિત જનપ્રતિનિધિઓ પાસેથી ફરીથી ફિઝિકલ એજ્યુકેશન શરૂ કરવા માટેના પ્રતિભાવો માંગ્યા હતાં. જેમાં ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘હાલમાં દિલ્હીમાં ફરીથી કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

પરંતુ ગુજરાતમાં એવી સ્થિતિ નહીં સર્જાય તો બે જ સપ્તાહમાં દિવાળી બાદ સ્કૂલો- કોલેજો શરૂ કરવાનો નિર્ણય લેવાશે. જેમાં સૌ પ્રથમ કોલેજો પછી મહાવિદ્યાલયો અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ધોરણ ૯ થી ૧૨ અને ત્યાર બાદ ઉતરતા ક્રમે સ્કૂલો શરૂ કરવા તરફ આગળ વધવાનો કાર્યક્રમ જાહેર થશે.ક્લાસરૂમમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે આંતરે દિવસે બે- ત્રણ ભાગમાં વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે.

એટલે કે કોવિડ ગાઇડલાઇનના નવા નિયમો હેઠળ વર્તમાન શૈક્ષણિક વર્ષનું શિક્ષણ કાર્ય આગળ ધપાવાશે. ગુજરાતમાં કોરોનાના કેસો તેમજ હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓ અને મૃત્યુદરમાં ઘટાડા બાદ રાજ્યનો આરોગ્ય વિભાગ પણ કોવિડની મહામારી માટે ઉપયોગમાં લેવાતી દવાઓ, ઈન્જેક્શન અને ઓક્સિજનની માત્રામાં પણ ઘટાડો થઈ રહ્યાનો દાવો કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here