કોરોનાની મહામારીમાં લોકોના કામ-ધંધા ઠપ્પ થતા ફી ભરવી મૂશ્કેલ, આગામી બે વર્ષ સુધી ફીમાં વધારો કરવા પર પ્રતિબંધ મુકો: ફીના પ્રશ્ને યોગ્ય પગલા નહી લેવાય તો આપની ધરણા પ્રદર્શનની ચીમકી

દેવરાજ બુધેલીયા
કોરોના મહામારીના પગલે ભાવનગર સહિત રાજ્યમાં ખાનગી શાળા-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફી માફ કરવામાં આવે અને આગામી બે વર્ષ સુધી ફી વધારો કરવામાં ન આવે તે માટે સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવે તેવી આમ આદમી પાર્ટીએ માંગણી કરી છે. આ બાબતે યોગ્ય પગલા નહી લેવાય તો આપ ધરણા પ્રદર્શન કરશે તેવી ચીમકી આપી છે. ભાવનગર સહિત દેશભરમાં કોરોના વાયરસની મહામારીના પગલે લોકોની સ્થિતી કફોડી થઈ છે અને લોકોની મૂશ્કેલી વધી ગઈ છે તેથી શૈક્ષણીક વર્ષ ર૦ર૦-ર૧ દરમિયાન ખાનગી શાળા-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફી માફ કરવી જરૃરી બની રહે છે.

આ ઉપરાંત આગામી બે વર્ષ સુધી ખાનગી શાળા-કોલેજમાં ફી વધારો કરવામાં ન આવે તે માટે સરકારે પગલા લેવા જોઈએ. કોરોનાની મહામારીના પગલે હાલ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકોના કામ-ધંધા ઠપ્પ થઈ ગયા છે તેથી લોકો ઘરનુ ગુજરાન પણ માંડ માંડ ચલાવે છે ત્યારે શાળા-કોલેજની ફી ભરવી વાલીઓ માટે મૂશ્કેલરૃપ છે.ખાનગી શાળા-કોલેજની ઉંચી ફી ભરવામાંથી વાલીઓને મૂકતી મળે તો આવા પરિવારોને મોટી રાહત થાય તેમ છે. ઘણા વાલીઓ હાલ ફીની સમસ્યાથી પીડાય રહ્યા છે.

ત્યારે આ અંગે સરકારે તત્કાલ પગલા લેવા જોઈએ તેમ ભાવનગર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે જણાવેલ છે. આ અંગે ગઇકાલે બુધવારે ભાવનગરના જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ હતુ અને તત્કાલ પગલા લેવા માંગણી કરી છે. આ બાબતે યોગ્ય પગલા લેવામાં નહી આવે તો આપ અગ્રણી-કાર્યકરો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here