વડાપ્રધાનના પગલે ભાજપના પદાધિકારીઓની લોકોને અપીલ

શંખનાદ કાર્યાલય
ઘરમાં રહીને શુ કરવું? એ સવાલ હવે અનેક લોકોને મુંઝવી રહ્યો છે. આમ તો રૂટિન દિવસોમાં મેદની એકત્ર થાય તેવા અનેક મનોરંજક, સાંસ્કૃતિક કાર્યક્રમો નેતાઓની હાજરીમાં કે ગેરહાજરીમાં થતા રહ્યા છે પરંતુ, ઘરમાં રહીને કોઈ કાર્યક્રમમાં જોડાઈ શકે તેવો વધુ એક કાર્યક્રમ જાહેર થયોછે.  ગત તા.૨૨ના કોરોનાને મ્હાત કરવા લોકો લોકડાઉન પૂર્વે આખો દિવસ ઘરમાં રહ્યા, સાંજે પાંચ વાગ્યે થાળી વગાડી, તાલીઓ પાડયા બાદ હવે  રવિવાર તા.૫ એપ્રિલે  રાત્રે નવ વાગ્યે નવ મિનિટ માટે ઘરબેઠા ઘરના આંગણા કે બાલ્કનીમાં દીવડાં કે મીણબત્તી પ્રગટાવવાકે મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરવા વડાપ્રધાનના પગલે ભાજપના નેતાઓએ  અપીલ કરી છે.

હજુ પરમ દિવસે જ, રામનવમીના દિવસે લોકડાઉનના કારણે શોભાયાત્રા સહિતની ઉજવણી નહીં થઈ શકતા લોકોને સાંજે સાત વાગ્યે ઘરે દીવડાં પ્રગટાવવા  અપીલ કરાઈ હતી અને અનેક લોકોએ ઘરે ઘરના આંગણમાં કોડિયા મુકી દીવા પ્રગટાવ્યા હતા. લોકો, સંસ્કૃતિલક્ષી, દેશભક્તિના કે ધર્મભક્તિના કાર્યક્રમોમાં જોડાવવામાં જરાય ભેજાફોડી કરતા નથી અને ઉત્સાહથી જોડાતા રહ્યા છે.  અલબત, લોકોને કે લોકોના વિશાળ વર્ગને બેન્કો સહિત જાહેર સંસ્થાનું ખાનગીકરણ હોય કે બેન્કમાં મરણમુડી મુકી વ્યાજથી ગુજરાન ચલાવતા વરિષ્ઠ નાગરિકો પર વ્યાજદર ઘટાડાનો માર પડતો હોય, આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ તળિયે છતાં વધુને વધુ ટેક્સ વધારીને તે મોંઘુ રખાતું હોય, મોંઘવારી દૂર ન થાય કે  ધંધા રોજગારના સાંસા હોય, વિમા પ્રિમિયમથી માંડીને અનેક ચીજો પર તોતિંગ વેરો હોય.

સોનામાં કસ્ટમડયુટી વધારીને લગ્નપ્રસંગે વ્યવહાર માટે ખરીદાતા દાગીના વધુ મોંઘા કરાયા હોય કે અન્ય પ્રતિકૂળ આર્થિક નિર્ણયો  હોય તે સામે વાંધો હોય તો પણ લોકો આવી અપીલને સહર્ષ અને ઉત્સાહભેર સ્વીકારીને એક સૂરમાં તેનો અમલ કરતા રહ્યા છે. આ અન્વયે રવિવારે પણ નવ વાગ્યે લાખો ઘરોએ લાઈટ બંધ કરીને દીવડાંનો પરમપવિત્ર પ્રકાશ ફેલાવાશે. તા.૫ના રાત્રે નવ વાગ્યે અને નવ મિનિટ માટે જ કેમ તેની સ્પષ્ટતા વડાપ્રધાનની અપીલમાં નથી પણ ગઈકાલે સવારે નવ વાગ્યે આ જાહેરાતની સાથે જ સોશ્યલ મિડીયામાં આ અંગેની સ્પષ્ટતાનો મારો ચાલ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here