સિહોર ભાવનગર સહિત અનેક સિનેમામાં હાઉસફૂલના પાટિયા લાગ્યા

પ્રેક્ષકોએ ફિલ્મને ભરપેટ વખાણી, ‘હુ છું ને’ ફિલ્મને ટીકીટ બારી પર મકરસંક્રાંતિ ફળી

સલીમ બરફવાળા
‘મારા મલકના મેના રાણી’ ગીતથી ફેમસ થયેલ ફિલ્મ ‘હવે ક્યારે મળીશું’ ફિલ્મની ભવ્ય સફળતા બાદ કંડોલિયા ફિલ્મનું નવલું નજરાણું ‘હું છું ને’ ગુજરાતી ફિલ્મ ગઈકાલે ઉતરાયણના પર્વ નિમિત્તે સમગ્ર સિહોર ભાવનગર સાથે ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ થયું હતું.

ગઇકાલે પ્રથમ દિવસે જ ગુજરાતી ફિલ્મ ‘હું છું ને’ પ્રેક્ષકોનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો.અનેક સિનેમા ઘરમાં હાઉસફૂલના પાટિયા ઝૂલવા લાગ્યા હતા.બઉત્તરાયણના પર્વે ધમાકેદાર રજુઆત સાથે કંડોલિયા ફિલ્મ્સનું મધુરા સંગીતથી મઢેલી કલરફુલ પ્રેમકહાની ” હું છું ને ” ગઈકાલ થી સમગ્ર ગુજરાતના જાણીતા સિનેમાઘરોમાં રિલીઝ થયું. જે ફિલ્મમાં ગુજરાતની સુપરસ્ટાર જોડી લોકગાયક જીજ્ઞેશ બારોટ( કવિરાજ) અને રોહિત ઠાકોરનો જાજરમાન અભિનય સાથે લાખો દિલો પર રાજ કરતી

અભિનેત્રીઓ પ્રિનલ ઓબેરોય, શ્રેયા દવે, જ્યોતિ શર્મા, બંસી રાજપૂત સાથે સંવાદનો શહેનશાહ ગણાતા ખલનાયક પ્રેમ કંડોલિયા તથા સન્ની ખત્રી અને અનેક જાણીતા કલાકારોએ તેમના કલાના ઓઝસ પાથર્યા છે. તેમજ જીગ્નેશ બારોટ, તેમજ રોહિત ઠાકોર સહિતના કલાકારોના કાંઠે ગવાયેલ સુરીલા ગીતો અને મનોજ વિમલના સંગીત સાથે રૂપેરી પડદે ધૂમ મચાવી છે

ગઈકાલે ભાવનગર શહેરના ટોપથ્રી સિનેમા ખાતેથી ફિલ્મ નિર્માતા હર્ષદ કંડોલિયા તેમજ ફિલ્મના ખલનાયક પ્રેમ કંડોલિયા સહિતના કલાકારોની ઉપસ્થિતિમાં આધ્યાત્મિક ગુરુ શૈલેષદાદા પંડિતજીના હસ્તે શાસ્ત્રોક્ત વિધિબાદ ફિલ્મને રિલીઝ કરવામાં આવ્યું હતું. ગઈકાલે પ્રથમ દિવસે જ સિહોરના કોનોપ્લેક્ષ સહિત

ભાવનગર શહેરના ટોપ 3 સિનેમા સહિતના ગુજરાતના મોટાભાગના સિનેમાઘરોમાં ફિલ્મને નિહાળવા માટે મોટી સંખ્યામાં દર્શકો ઉમટી પડ્યા હતા. દર્શકો એ ફિલ્મની ભરપૂર પ્રશંસા કરી હતી, એકંદરે ફિલ્મને ટીકીટબારી પર મકરસંક્રાંતિ ફળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here