સમગ્ર મામલે ભાજપના યુવા નેતા ધવલ દવેએ રોષ ઠાલવ્યો, ગજજુભાઈના ગોલમાલ નાટકમાં ગાયત્રીમંત્રનું અપમાન કરવામાં આવ્યું હતું

શંખનાદ કાર્યાલય
ગુજ્જુભાઈ એટલે સિદ્ધાર્થ રાંદેરીયા દ્વારા ગુજ્જુભાઈ ની ગોલમાલ નાટકના એક દ્રશ્યમાં ગાયત્રી માતા કે જે વેદોની માતા કહેવાય છે તેના પવિત્ર ગાયત્રી મંત્રનું અપમાન કરવામાં આવ્યું હતું. આ નાટકનું દ્રશ્ય બ્રહ્મસમાજ અગ્રણી મૂળ સિહોરના અને ગાંધીનગર ખાતે સ્થાપી થયેલ ધવલ દવેના ધ્યાને આવતા તેમને તાત્કાલિક ધોરણે બ્રહ્મસમાજના અગ્રણીઓ સાથે વાત કરીને આ દ્રશ્યમાં ગાયત્રી મંત્રના અપમાન ની વાત કરીને આ વીડિયો સોશ્યલ મીડિયામાં મુકવામાં આવતા હિંદુ અને બ્રહ્મસમાજ સમાજ લાલધૂમ થયો છે.

ધવલ દવે દ્વારા સિદ્ધાર્થ રાંદેરીયાનો ફોન નંબર મેળવીને અને ઇ.મેઈલ દ્વારા તેમને ગાયત્રી મંત્રનું અપમાન કર્યું છે તો જાહેરમાં માફી માગવા માટે કહ્યું હતું. જેને લઈને સિદ્ધાર્થ રાંદેરીયા દ્વારા માફી માગતો વીડિયો સોશ્યલ મીડિયામાં મુકવામાં આવ્યો હતો. સંપૂર્ણ ઘટનાને લઈને બ્રહ્મસમાજના અગ્રણીઓ દ્વારા પણ સિધ્ધાર્થ રાંદેરીયાને ફોન કરવામાં આવ્યા છે આ સાથે ધવલ દવે દ્વારા જણાવ્યું છે કે હવે પછી કોઈ પણ વ્યક્તિ હિંદુ ધર્મના દેવ દેવીઓ સાથે અપમાન જનક કૃત્ય કરશે.

તો તેમની વિરુદ્ધ માં રાજ્યના તમામ પોલીસ મથકોમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે, આવેદન આપવામાં આવશે તે સહિતના વિવિધ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજવામાં આવશે સમગ્ર ઘટનાને લઈ ધવલ દવે દ્વારા આક્રોશ વ્યક્ત કર્યો છે અને બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here