કોરોના વાઈરસની મહામારીના કારણે ચણિયાચોળીનો વેપાર આ વર્ષે બજાર ઠપ

બ્રિજેશ ગૌસ્વામી
કોરોના વાઈરસની મહામારીને કારણે ચાલુ વર્ષે મોટાભાગના વેપાર ધંધાને આર્થિક ફટકો પહોંચ્યો છે. ત્યારે હવે સરકાર દ્વારા નવરાત્રિની ઉજવણી ઉપર પણ રોક લગાવવામાં આવતા નવરાત્રિ દરમ્યાન જેની સૌથી માંગ રહે છે તેવી ચણીયાચોળીના વેપારીઓમાં ભારે નિરાશા વ્યાપી છે. સિહોર શહેરની બજારોમાં દુકાનો તેમજ માર્ગની આસપાસ ચણીયાચોળી વેચતા વેપારીઓ આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા છે. અન્ય સ્થળોએથી સિહોરમાં ચણીયાચોળીના વેચાણ અર્થે આવતા વેપારીઓમાં પણ ભારે નિરાશા જોવા મળી રહી છે.

ગરબો એ ગુજરાતની આગવી ઓળખ છે અને ગુજરાતીઓ નવરાત્રિની ઉજવણી માટે મોટો ખર્ચ કરતા હોય છે. જો કે ચાલુ વર્ષે સરકાર દ્વારા ગરબા મહોત્સવની ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવતા ખેલૈયાઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. તો બીજી તરફ ચણીયાચોળી સહિતની એસેસરીઝનું વેચાણ કરતા વેપારીઓમાં પણ ભારે નિરાશા વ્યાપી છે. ચાલુ વર્ષે નવરાત્રિની ઉજવણી બંધ રહેતા આવા વેપારીઓ આર્થિક સંકડામણ અનુભવી રહ્યાં છે.

નવરાત્રિ દરમ્યાન ભરતકામ ધરાવતી ચણીયાચોળી યુવતિઓમાં હોટ ફેવરીટ હોય છે સરકાર દ્વારા નવરાત્રિની ઉજવણી પર રોક લગાવવામાં આવતા હવે આવા વેપારીઓની હાલત કફોડી બની છે. બીજી તરફ કોરોનાના કારણે લગ્ન સીઝન ફ્લોપ ગયા બાદ હવે નવરાત્રિની સીઝનમાં પણ ચણીયાચોળી સહિત અન્ય શણગારની આઈટમોનું વેચાણ સાવ ઓછું થઈ જતા સિહોર શહેરના વેપારીઓ પણ આર્થિક મંદીનો અનુભવ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here