જિલ્લા પંચાયત પૂ. ઉ.પ્રમુખ બાવચંદભાઈ પરિવાર સાથે ત્યાં ફસાયા જે જાણ સવારે શંખનાદને થઈ, સમગ્ર મામલે રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલને જાણ કરતા શંખનાદ સંચાલક

મિલન કુવાડિયા
સમગ્ર વિશ્વમાં કોરોના છવાઈ ગયો છે જેના લીધે વિશ્વ આખું અટકી ગયું છે. કોરોના મહામારીને અટકાવવા માટે દેશમાં પણ તમામ પ્રકારની પેસેન્જર ની સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. જેને લઈને અનેક લોકો બહારગામ ગયેલા ત્યાં ને ત્યાં ફસાય ગયેલા છે. ત્યારે આજે સવારે શંખનાદ ના ધ્યાને સિહોરના સણોસરા ગામના ૨૧ લોકો હરિદ્વાર જાત્રા કરવા ગયેલા લોકો ત્યાં ફસાઈ ગયા હોવાની વાત મળતા શંખનાદ સંચાલક દ્વારા તાત્કાલિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. ત્યારે ટેલિફોનિક વાતચીત દ્વારા માહિતી મળી હતી કે જિલ્લા પંચાયત ના પૂર્વ.ઉપપ્રમુખ બાવચંદભાઈ પોતાના પરિવાર સાથે અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર ગયા હતા.

તેઓનો પરિવાર પણ સાથે ફસાઈ ગયેલો છે. કોરોના ની દહેશત ને લઈને લોકો ભારે મૂંઝવણમાં મુકાય ગયા છે. ગુજરાત આવવા માટેના તમામ રસ્તાઓ હાલ બંધ થઈ ગયા છે અને ત્યાં હરિદ્વારમાં પણ રહેવા જમવા માટેની તકલીફો ઉભી થઇ રહી છે. મુશ્કેલીમાં મુકાય ગયેલા સણોસરાના ૨૧ લોકોની મદદ કરવા માટે થઈને શંખનાદ સંચાલક મિલન કુવાડિયા દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય મંત્રી શક્તિસિંહ ગોહિલને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી. તેને લઈને શક્તિસિંહ દ્વારા ઉત્તરાખંડ ના પૂર્વ. મુખ્યમંત્રી હરેશ રાવત ને જાણ કરતા તેમના દ્વારા તમામ ૨૧ લોકો માટેની રહેવા અને જમવા માટેની સારી સગવડ તાત્કાલિક ધોરણે કરી આપી હતી.

આ સાથે જ તેમના આરોગ્ય માટેની પણ યોગ્ય ગોઠવણ કરી આપવામાં આવી હતી. તે ઉપરાંત ફસાયેલા લોકોને વહેલી તકે પોતાના ઘરે આવી શકે તે માટે થઈને શક્તિસિંહ દ્વારા તંત્ર સાથે સહયોગ લઈને વાતચીત શરૂ કરી દીધી છે. વાતની ગંભીરતા ને ધ્યાનમાં લઈને શક્તિસિંહ દ્વારા સતત અટકાયેલ લોકોની માહિતી મેળવી રહ્યા છે અને બને એટલી મદદ માટેના પ્રયાસો તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે. ત્યારે શંખનાદ દ્વારા લોકોની મદદ માટે આગળ આવી રહ્યું છે લોકોની સાચા અર્થમાં અવાજ તંત્ર સુધી શંખનાદ પહોંચાડી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here