કાઠિયાવાડની આંતરરાષ્ટ્રીય યોગ ચેમ્પિયન હેતસ્વી સોમાણી “મિસ યોગીની ઓફ વર્લ્ડ” નો આજે જન્મદિવસ

મિલન કુવાડિયા
ભાવનગર એટલે કલાનગરી ભાવનગર ની પાવન ભૂમિએ અનેક કલાકારોને જન્મ આપ્યો છે જેને વિશ્વના ફલક ઉપર ભાવનગરનું ગૌરવ વધાર્યું છે. તેવા જ યોગ ક્ષેત્રમાં જેમને ભાવનગર અને દેશનું નામ ઉજાગર કર્યું છે તેવા હેતસ્વી સોમાણીનો જન્મદિવસ નિમિતે તેમની યોગ કારકિર્દીની નાની એવી ઝલક જોઈએ તો ભાવેણાને વિશ્વમાં યોગક્ષેત્રે અનેક ખિતાબો અને મેડલો જીતાડનાર હેતસ્વી સોમાણીનો આજે જન્મદિવસ છે.

આજે તેઓ ૨૨ વર્ષ પૂર્ણ કરીને ૨૩માં વર્ષમાં મંગળપ્રવેશ કરશે હેતસ્વી સોમાણીને દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જન્મદિનની શુભેચ્છા પાઠવીછે હેતસ્વી ને “બેક્ર બેડિગ કવીન”નું બિરૂદ મળેલ છે અને તાલુકા ,જીલ્લા, રાજય તેમજ દેશના સીમાડા બહાર તેમનું નામ ગુંજતું થયું છે.હેતસ્વી બાળપણથી આજ સુધી તનતોડ મહેનત અને રાત દિવસ નો તફાવત ભુલી કલાકો સુધી યોગ અભ્યાસ કયોઁ છે.

હેતસ્વીએ દેશના નામે ૬૪ ગોલ્ડ, ૪૫ સિલ્વર,૩૪ બ્રોન્ઝ મેડલો ની હારમાળા અંકે કરી છે.યોગમાં યોગ એન્ડ ડિપ્લોમા નેચરોપેથીનો અભ્યાસ પુણઁ કયોઁ છે યોગ રત્ન એવોર્ડ” યોગ જયદીપસિહ એવોર્ડ” આવા અનેક નેશનલ ઈન્ટરનેશન ૫૦ થી વધુ ખિતાબો એવોર્ડ પોતાના નામે કયોઁ છે.આવી જ ગતિથી આગળ વધી રહેલા હેતસ્વી પોતે પરણીત હોવા છતા યોગની તમામ ઈવેન્ટમાં ભાગ લે છે.

તેમનું કહેવું છે કે જેટલી જવાબદારી અને ફરજ એક વહુ અને પત્ની તરીકે સંસારમાં છે એટલી જ ફરજ તેમની દેશ માટે ગૌરવ અને મેડલ જીતાડવામાં છે.આવી અનોખી સોચ ધરાવતા બેક્ર બેડિંગ કવિન ખુબ પ્રેમાળ, લાગણીશીલ, દયાળુ સ્વભાવ ધરાવે છે.અને તેઓ કહે છે તેમની આ સિધ્ધિ પાછળ વડિલો અને ભગવાનના આશીર્વાદ છે.જન્મદિવસ નિમિત્તે માતા નેહલબેન,સાસુ સુનિતાબેન,પિતા પ્રવિણભાઈ,સસરા ભરતભાઈ,પતિ કાતિઁક અને નાનોભાઈ ધામિઁક સાથે ઉત્સાહભેર જન્મદિવસની ઉજવણી કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here