રંગોના પર્વની ઉલ્લાસભેર ઉજવણી, શહેર કે ગામના પાદરના ચોકમાં હોળી પ્રગટાવી ધાણી, હારડા, ખજુરનું વિતરણ

દેવરાજ બુધેલીયા
સિહોરમાં આજે હોળી ધુળેટી પર્વ નિમિતે ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવ્યું છે જોકે આધુનિક યુગમાં મોટા શહેરોમાં સાવચેતીના ભાગ રૃપે શહેરોમાં હોલીકા દહન ઓછુ થતું હોય છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ હોળી-ધુળેટીનું પર્વ ધામધુમથી ઉજવાય છે. પાદર કે ચોકમાં છાણથી બનાવેલ હારડા તથા લાકડાના ઢગ ખડકી બ્રાહ્મણો મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવવામાં આવે છે. તેમજ લોકવાયકા મુજબ હોળીની જવાળા જે દિશામાં પ્રસરે તેના પરથી શુકનનો વરતાતો પણ જોવાતો હોય છે.

હોળી-ધુળેટી પર્વમાં પરીવારમાં પ્રથમ પુત્ર કે લગ્ન થયા હોય તેવા દંપતી પણ હોળીની પ્રદક્ષિણા કરી જીવનમાં સુખ શાંતિ મેળવવા હોળી માતાના આશીર્વાદ મેળવે છે.હોળી પ્રસંગે હોળીની પ્રદક્ષિણા કરી ધાણી હારડા અને ખજુરની લ્હાણી પણ કરતા હોય છે. તેમજ કેટલાક વિસ્તારોમાં હોળીમાં શ્રીફળ પધારવતા હોય છે. તેમજ શિયાળાની ઋતુ દરમીયાન શરદી-ખાંસી અને તાવથી થતા રોગો સામે હોળીની પ્રદક્ષિણા કર્યા રાહત અનુભવાય છે.

તેવી લોકવાયકા પ્રવતિત છે સિહોર ગ્રામ્ય વિસ્તારોમાં ખુબ જ ધામધુમથી ઉજવાતું હોય છે. પૌરાણિક યુગમાં હોળીનું પર્વ પુનમથી ફાગણ વદ પાંચમ એટલે કે રંગપંચની સુધી ઉજવાતું હતું અને કેટલાક ગામમાં પાંચ દિવસ સુધી હોળીકા દહન કાર્યક્રમ યોજાતો હોય જોકે આધુનિક યુગમાં લુપ્ત થયા બાદ માત્ર હોળીના દિવસેજ પર્વ ઉજવાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here