કોરોના સંકટ વચ્ચે બાળકો ઘરે બેસીને જવાબો લખશે, શિક્ષકોએ વિધાર્થીઓને ઘરે જઈને પ્રશ્નપત્રો પહોંચાડયા, ૨૫ માર્કસના પાંચ પ્રશ્નો પૂછાશે

હરેશ પવાર
કોરોના સંકટ વચ્ચે રાજયની પ્રાથમિક શાળાઓમાં ધો. ૩ થી ૮ નાં વિધાર્થીઓની એકમ કસોટી લેવાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તા. ર૯ અને ૩૦  બે દિવસ સુધી સરકારી અને ખાનગી શાળાનાં વિધાર્થીઓ ઘરે બેસીને જવાબો લખશે . જૂન મહિનાથી ‘હોમ  લર્નિંગ ‘ નાં ભાગરૂપે  વિધાર્થીઓને ઘેર બેઠા શિક્ષણ આપવામાં આવી રહયુ છે તેનાં મુલ્યાંકનરૂપે આ પરીક્ષા લેવામાં આવી રહી છે. આ  એકમ કસોટી માટે સરકારી શાળાઓનાં વિધાર્થીઓને શિક્ષકો મારફત દરેક વિધાર્થીઓને પ્રશ્નપત્રો અને ઉતરવહી ઘરે પહોંચાડવામાં આવી છે જયારે ખાનગી શાળાઓનાં વિધાર્થીઓને સોફટ કોપી આપવામાં આવી છેે. તા. ર૯ અને તા. ૩૦ બે દિવસ દરમિયાન વિધાર્થીઓ આ કસોટીનાં જવાબો ઘરે બેસીને લખશે અને ત્યારબાદ તા. ૧ લીથી વિધાર્થીઓ પાસેથી ઉતરવહીઓ કલેકટ કરી લેવામાં આવશે. એક  વિષયનાં પાંચ – પાંચ માર્કસનાં પાંચ પ્રશ્નો આપવામાં આવ્યા છે કુલ રપ ગુણની આ કસોટી લેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here