ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટુર્નામેન્ટ રમાડવાની રમીઝ રાજાની દરખાસ્ત ફગાવાઈ

મિલન કુવાડિયા
ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદમાં મહત્વની જવાબદારી મળી છે. જય શાહની આઈસીસીની મેન્સ ક્રિકેટ કમિટીમાં મેમ્બર બોર્ડ પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવી છે. રવિવારે આઈસીસીની ત્રિમાસિક બેઠકમાં આ વાતની જાહેરાત કરવામાં આવી છે. આઈસીસી મેન્સ ટી20 વિશ્વકપ 2024 માટે 12 ટીમોને સીધો પ્રવેશ આપવામાં આવશે. 2022 ટી20 વિશ્વકપના આયોજનથી ટોપ આઠ ટીમ, યજમાન દેશો (વેસ્ટ ઈન્ડિઝ અને યૂએસએ) સિવાય ટી20 રેન્કિંગમાં આગામી સર્વોચ્ચ રેન્કવાળી ટીમો તેમાં સામેલ થશે.

જો વેસ્ટ ઈન્ડિઝ ટોપ-8માં સમાપ્ત થાય છે તો રેન્કિંગના આધાર પર ત્રણ ટીમ આગળ વધશે.બાકી આઠ ટીમોનો નિર્ણય રિઝનલ ક્વોલિફિકેશન પ્રક્રિયાના માધ્યમથી કરવામાં આવશે. જેમાં આફ્રિકા, એશિયા અને યુરોપથી બે-બે ટીમો અને અમેરિકા તથા ઈએપીથી એક-એક ટીમ સામેલ થશે. આ સિવાય આઈપીપી મહિલા ટી20 વિશ્વકપ 2024 માટે પણ ક્વોલિફિકેશન પ્રક્રિયા પર સહમતિ બની છે. તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન રમીઝ રાજા દ્વારા ચાર દેશો (ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા) વચ્ચે ટૂર્નામેન્ટ કરાવવાના પ્રસ્તાવને આઈસીસીએ સર્વસંમત્તિથી નકારી દીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here