ઇશ્વરીયા અન્ડરબ્રિજે પાણી ભરાઈ છે લોકોની હાડમારીનો પાર નથી, અનેક રજૂઆતો છતાં કોઈને ઉકેલ લાવવામાં રસ નથી…અમારી મુશ્કેલી કોઈતો સમજો

દેવરાજ બુધેલીયા
સિહોરના ઇશ્વરીયા ગામ નજીક રેલવેનો અન્ડર બ્રિજ આવેલો છે જ્યાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ છે જેથી લોકોની હાડમારીનો પાર રહ્યો નથી સિહોર તાલુકાના ઇશ્વરિયા અને ઉમરાળા તાલુકાના રેવા ગામ વચ્ચે આવેલ રેલવેના અંડરબ્રિજમાં ચોમાસાનું વરસાદી પાણી ભરાઇ જવાને કારણે આઠ દસ ગામોના લોકોને ભારે હાલાકી સહન કરવી પડી રહી છે. ઇશ્વરિયા અને રેવા ગામને જોડતા માર્ગ પર રેલવે ગેટ નંબર -192 અંડર બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જવાથી લોકોની મુશ્કેલીનો પાર નથી.

પાણી ભરાતા પાણીની સમસ્યાનો કાયમી અને નકકર ઉકેલ જરૂરી બની ગયો છે. આ અંગે ઇશ્વરિયા ગ્રામ પંચાયત સરપંચે સાંસદ સભ્ય ભારતીબેન શિયાળને અનેક વખતો રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી જેના કારણે ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે લોકો કહી રહ્યા છે કે અમારી મુશ્કેલી કોઈક તો સમજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here