કેસર કેરીના નામે ડુપ્લીકેટ કેરીનો પણ બેફામ વેપલો, કેરીની ગોટલીનો મુખવાસ બનાવવા ગૃહિણીઓમાં ભારે ઉત્સુકતા

દેવરાજ બુધેલીયા
આદ્રા નક્ષત્ર બેસતા વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થતો હોવાથી કેરીમાં જીવાત અને જંતુની સંભાવનાને લીધે સમસ્ત જૈન સમાજ દ્વારા આદ્રા નક્ષત્રના પ્રારંભની સાથે તા. ૨૧ જુનને સોમવારથી કેરીનો ત્યાગ કરવામાં આવશે.કાળઝાળ ઉનાળાના અમૃતફળ સમાન કેરીની સીઝન અંતિમ તબકકામાં આવી ગઈ છે દર વખતની જેમ આ વખતે પણ કેરીની બજારમાં અસલ કેસર કેરીના નામે ડુપ્લીકેટ કેરીનો પણ બેફામ વેપલો થઈ રહ્યો છે. અસલ તાલાલા અને સોસીયાની કેરીના બોકસમાં ૫૦ ટકા કરતા પણ વધુ અન્ય સ્થાનિક પ્રાંતોની કેરી ગ્રાહકોને ધાબડવામાં આવી રહી છે. આ રીતે છેતરપિડિં કરીને એક બોકસે લેભાગુ વિક્રેતાઓ આસાનીથી રૂા ૧૦૦ થી વધુ કમાણી કરી રહ્યા છે. શરીરને ઠંડક આપતી કેરીના સેવન કરતા પણ વધારે તેની ગોટલીને આયુર્વેદિકની દ્રષ્ટિએ સર્વોત્તમ માનવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here