જાળિયામાં શિવકુંજ આશ્રમ દ્વારા કોરોના રસીકરણ માટે આયોજન થયું

હરેશ પવાર
જાળિયાના શિવકુંજ આશ્રમ દ્વારા કોરોના રસીકરણ માટે સહયોગ મળ્યો છે અને રસી મુકવામાં આવી છે સમગ્ર દેશમાં કોરોના સામે રસીકરણ માટે ચાલતી ઝુંબેશમાં જાળિયા ગામે શિવકુંજ આશ્રમ દ્વારા પણ સહયોગ મળ્યો છે. શ્રાવણ માસ નિમિત્તે શ્રી વિશ્વાનંદમાતાજીના સંકલનમાં અહીંયા વિવિધ યજ્ઞો સાથે સામાજિક આયોજનો થયા, જેમાં રસીકરણ માટે પણ ખાસ કાર્યક્રમ રખાયો હતો રંઘોળા આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી શ્રી મનસ્વીની માલવિયાના માર્ગદર્શન સાથે આ પંથકમાં કોરોના રસીકરણ માટે સઘન ઝુંબેશ ચાલી રહી છે, જેમાં વિવિધ સામાજિક સંસ્થા અગ્રણીઓ જોડાઈ રહ્યા છે. ઉમરાળા તાલુકાના જાળિયાના શિવકુંજ આશ્રમ ખાતે યજ્ઞમાં શાસ્ત્રીઓ તેમજ ભાવિકો અને ગ્રામજનોએ અહીં રસી મૂકાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here