આજે દેવ પોઢી એકાદશી : કુંવારીકાઓ અને નાની બાળાઓ પૂજન-અર્ચન કરીને આરાધના કરશે

હરેશ પવાર
આજથી મોળાકાત વ્રતનો પ્રારંભ થયો છે. જયારે કાલથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થશે અને રવિવારે તેનું જાગરણ કરાશે. આજે દેવપોઢી એકાદશી છે.અષાઢ સુદ એકાદશીને દેવ પોઢી એકાદશી એટલે દેવશયની એકાદશી કહેવાય છે. ભગવાનનો શયન કરવાનો દિવસ તે દિવસથી ચાતુમાર્સનો પ્રારંભ થાય છે. ભગવાન ચાર માસ માટે સુઇ જાય અને ઠેઠ કારતક સુદ એકાદશી-પ્રબોધિની એકાદશીના દિવસે જાગે છે. અષાઢી એકાદશી એટલે અહમ ને દાટી દઇ પ્રભુની શકિતથી જ બધું મળ્યું છે, મળે છે અને જે મળ્યું છે, તે તેનું છે એ ભાવના વ્યકત કરવાનો દિવસ છે.આજથી મોળાકત વ્રતનો બાળાઓએ પ્રારંભ થયો છે.આ વ્રતને મોળાકત, મોળાવ્રત કે ગૌરીવ્રત પણ કહે છે.

આ વ્રતમાં બાળાઓ મીઠા (નમક) વિનાનું ભોજન લે છે. આ વ્રત પાંચ દિવસ ચાલે છે. બાળાઓ ઘઉંના જવારા વાવી વહેલી સવારે પૂજન કરશે. આ વ્રત કરવાથી બુદ્ધિશકિતમાં વધારો થાય છે અને વિદ્યાબળ પણ પ્રાપ્ત થાય છે. કાલે તા. ર૧ જુલાઇને બુધવારથી અષાઢ સુદ બારસથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થશે. જેમાં કુંવારિકાઓ શંકર-પાર્વતીનું પૂજન કરે છે. પાંચ વર્ષ સુધી કુંવારિકાઓ આ વ્રત કરેે છે. અત્યારના જમાના પ્રમાણે બહેનો સાસરે જાય  ત્યાં સુધી આ વ્રત કરે છે, ત્યાં જઇને ઉજવણું કરે છે. આ વ્રત કરવાથી ગુણવાન પતિની પ્રાપ્તિ થાય છે. આ વ્રતનું રવિવારે જાગરણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here