શનીવારે મોળાકત વ્રતનું અને રવિવારે જયાપાર્વતીનુ જાગરણ, આજથી યુવતિઓ દ્વારા જયાપાર્વતી વ્રતનું પૂજન-અર્ચન સાથે પ્રારંભ

દેવરાજ બુધેલીયા
નાની બાળાઓના મોળાકત વ્રતના પ્રારંભ બાદ હવે આજથી મોટી યુવતીઓ અને સૌભાગ્યવતી બહેનોના જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે.નવા વસ્ત્ર પરીધાન કરી કરી મંદિરોમાં ગોરમાનું પૂજન કરવામાં આવે છે. નમક વગરના ભોજનથી એકટાણા શરૂ કરી પાંચમા દિવસે પારણા કરવામાં આવે છે. છેલ્લે દિવસે આખી રાત્રીનું જાગરણ કરવામાં આવે છે. વાયકા મુજબ કુંવારી યુવતીઓ સારો ભરથાર જીવનસાથી મળે તેવા આશયથી શીવ પાર્વતી અને ગોરમાને ભજવા માટે આ વ્રત શરૂ કરે છે અને સાસરે ગયા બાદ આ વ્રતનું ઉજવણુ કરી વિરામ આપે છે. આ વ્રત દરમિયાન માટીના નાના કુંડામાં ઉગાડવામાં આવેલ ગોરમાના પ્રતિકરૂપ જવારાઓનું પણ પૂજન કરવામાં આવે છે.

છેલ્લે દિવસે તેને પાણીમાં પધરાવવામાં આવે છે. આજથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થયો હોય મંદિરો અને ચોગાનોમાં નવા વસ્ત્ર ધારણ કરેલ વ્રતધારી બહેનોએ ગોરમા અને શિવ પાર્વતીનું ભાવથી પૂજન કર્યુ હતુ. ઠેર ઠેર થયેલ સમુહ પૂજન સાથે જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે. જયાપાર્વતી વ્રતનું તા. રપ ને રવિવારે જાગરણ કરવામાં આવશે જયારે તા. ર૦ થી શરૂ થયેલ મોળાકત વ્રતનુ તા. ર૪ ને શનિવારે જાગરણ કરવામાં આવશે. આ તકે બાળાઓ દ્વારા વિશ્વ શાંતી અને સમગ્ર દેશમાંથી કોરોના નાબુદ થાય એ અંગે પૂજા – અર્ચના અને મહાઆરતી યોજાયા હતા અને પ્રાર્થના કરેલ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here