જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પગલુ ભરાયુ

ગોરખીના બે શખસને વડોદરા, સુરત જ્યારે જેસર પંથકના બે શખસને રાજકોટ, વડોદરા જેલ મોકલાયા


હરેશ પવાર
ભાવનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા અસમાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ ચાર શખસ સામે પાસા તળે કાર્યવાહી કરી છાપરીયાળીના શખસને રાજકોટ, ટોળ ગામના શખસને વડોદરા, ગોરખીના શખસને વડોદરા, તેમજ અન્ય એક ગોરખીના શખસને સુરત જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા.ભાવનગર શહેર તથા જિલ્લામાં આવેલ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના તથા મારામારી અને ગેરકાયદેસર નાના ધીરાણ કરી ધાકધમકી આપી.

ઉંચા દરે નાણા વસુલવા જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઇસમોની સામે પાસા ( પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટીવીટીઝ ) હેઠળ પગલા લેવાની દરખાસ્ત જિલ્લા પોલીસ અધિક્ષકે તૈયાર કરી કલેક્ટરને મોકલી આપવામાં આવેલ હતી રજુ થયેલ દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા માન્ય કરી સોંડાભાઇ જોધુભાઇ ભીલ રહે. છાપરીયાળી, સીમઢબા વિસ્તાર તા-જેસર જિ.ભાવનગરને જેસર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગેરકાયદેસર દારૂની હેરફેર તથા વેચાણ કરવાના ગુન્હાઓ સબબ મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે, અરવિંદભાઇ ઉર્ફે ભુરો દેહાભાઇ માલદે રહે.ટોળ ગામ તા-જેસર જિ.ભાવનગરને જેસર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગેરકાયદેસર દારૂની હેરફેર તથા

વેચાણ કરવાના ગુન્હાઓ સબબ મધ્યસ્થ જેલ વડોદરા ખાતે,  અલ્પેશભાઇ ઉર્ફે અપો ઓઘડભાઇ ડોડીયા રહે.ગોરખીગામ તા.તળાજા જિ.ભાવનગરને તળાજા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગેરકાયદેસર દારૂની હેરફેર તથા વેચાણ કરવાના ગુન્હાઓ સબબ મધ્યસ્થ જેલ વડોદરા ખાતે, અમીતભાઇ અરવિંદભાઇ ડોડીયા રહે.ગોરખી ગામ તા.તળાજા જિ. ભાવનગરને તળાજા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગેરકાયદેસર દારૂની હેરફેર તથા વેચાણ કરવાના ગુન્હાઓ સબબ મધ્યસ્થ જેલ લાજપોર સુરત ખાતે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી કાયદાની કડક અમલવારી તથા જાહેર જનતાની શાંતી અને સલામતી માટે અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here