સિહોરની જેનબકર્ટ મુંબઈ સ્થિત કંપની કોવિડ ૧૯ ની સામે લડવા માટે ભારતમાં ટેબલેટ રજૂ કરનારી બીજી કંપની, આ કંપની અને માલિક સિહોરના છે, કંપની વર્ષો જૂની છે,

જેનબકર્ટ મેનેજીંગ ડિરેકટર આશિષભાઈ ભુતાએ કહ્યું અમારો પ્રયાસ હમેશા બીમાર દર્દીઓની સેવા આપવાનો રહ્યો છે

મિલન કુવાડિયા
સિહોરના ભુતા પરિવાર સંચાલિત નામાંકિત જેનબકર્ટ મુંબઈ સ્થિત કંપનીએ કોરોના સામેની દવા બજારમાં મુકવાની અને રજૂ કરવાની જાહેરાત કરી છે ત્યારે સમગ્ર દેશમાં એક મોટી સફળતા મળી છે કોવિડ ૧૯ મહામારીએ વિશ્વભરના હાજા ગગડાવી દીધા છે ત્યારે કોરોનાની દવા શોધમા વિશ્વભરના દેશોની કંપનીઓ અથાગ પ્રયત્નો કરી રહી છે ત્યારે સિહોરની જેનબકર્ટ સંચાલિત મુંબઈ સ્થિત જેનબકર્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ કંપની દવારા ટેબલેટ દીઠ રૂ . ૩૯ / – ની કિંમતે હળવાથી સામાન્ય લક્ષણો ધરાવતા કોવિડ – ૧૯ ની સારવાર માટે એન્ટિવાયરલ ડ્રગ ફેવિરાવિર બાન્ડનું નામ ફેવિવેન્ટને બજારમાં રજૂ કરવાની જાહેરાત કરી છે.

આ કંપની ૩૦ વર્ષથી પણ વધુ સમયથી ઉચ્ચ ગુણવતાના ફાર્માસ્યુટિકલ્સ ઉકેલોનો વારસો ધરાવે છે અને તે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઉપસ્થિતિ ધરાવે છે. જેનબકર્ટ કોવિડ -૧૯ ની સાવાર માટે ફેવિપરાવિર ( બાન્ડનું નામ ફેવિવેન્ટ ) ૨ જૂ કરનારી ભારતની બીજી કંપની છે .આ સંશોધનનાં મહત્વ અંગે જેનબકર્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડનાં ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર આશિષ યુ ભુતા એ જણાવ્યું હતું કે “ અમારો પ્રયાસ હંમેશા બિમાર દર્દીઓને સેવા આપવાનો રહયો છે . અને તેમનાં મારફતે અમે ઈશ્વર પર દઢ વિશ્વાસ , માનવતા દાખવીને આપણાં દેશની સેવા કરીએ છીએ તેવું આશિષભાઈ કહ્યું હતું જ્યારે ભુતા પરિવારને સિહોરની ચાર પેઢીઓ પરિચીત છે.

સેવા અને સત્કર્મ આ પરિવારનાં હૈયે રહેલું છે સ્વ.નંદલાલભાઈ ભુતા એ ૭૫ વર્ષ પહેલા સિહોરની તથા આજુબાજુનાં ગામની પ્રજાનાં આરોગ્યની કાળજી ને ધ્યાને લઈને માત્ર એક “આના” માં ડોકટરી તપાસ તથા દવા આપવાંનાં શુભ આશય થી શ્રીમતી મણીબાઈ મુળજી ભતા નામથી દવાખાનું શરૂ કર્યું અને સેવા આપતી રહી એ પછી તેમણે સિહોર ખાતે અદ્યતન હોસ્પીટલ બનાવી શ્રી નંદલાલ મુળજી ભુતા હોસ્પીટલ ની સ્થાપના કરેલ ત્યાર બાદ શ્રી નંદલાલ મુળજી ભુતા પરીવારે ગુણવતા સભર અને ઓછા ખર્ચમાં શિક્ષણ મળી રહે તેવા શુભ આશયથી સિહોરમાં નંદલાલ ભુતા સ્કુલ , નંદલાલ ભુતા હાઈસ્કુલ ની સ્થાપના કરેલ છે.

સિહોરમાં કોલેજ નાં શિક્ષણ ની વ્યવસ્થા ન હતી ત્યારે , સિહોરની ધણી દિકરીઓ ઉચ્ચ શિક્ષણથી વંચીત રહેતી હતી . તેથી ગામનાં શ્રેષ્ઠીઓની વિનંતી ને ધ્યાને લઈ . એન.એમ.ભુતા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ તથા જમનાબેન ભુતા આર્ટસ કોલેજ સ્થાપેલ તેમજ અન્ય સેવાભાવી સંસ્થાઓમાં મેમોગ્રાફી સેન્ટર , ઈલેકટ્રોમેગ્નેટિક થેરાપી સેન્ટર અને સિહોરમાં ઈલેકટ્રીક અગ્નિ – સંસ્કાર આપવાની સુવીધા અર્પણ કરેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here