જેસરના બે બાળકો સાથે ત્રણ દર્દીઓ થયા કોરોનામુક્ત

દેવરાજ બુધેલીયા
જેસરના બે બાળકો સાથે ભાવનગર ભરત નગરના એક મહિલા સહિત ત્રણ કોરોના દર્દીઓ સાજા થયા છે જેઓને ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીનુ આરોગ્ય તપાસતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી છે હોસ્પિટલમાથી રજા મેળવનાર તમામ દર્દીને છેલ્લા 3 દિવસથી તાવ આવ્યો નથી તેમજ તેઓ એસિમ્ટોમેટીક હતા અને છેલ્લા ૧૦ કરતા વધુ દિવસથી હોસ્પિટલમા દાખલ હતા. સરકાર દ્વારા આ દર્દીને વિનામુલ્યે એક N-95 માસ્ક, બે ત્રિપલ લેયર માસ્ક, એક હેન્ડ્ગ્લોવ્ઝ તેમજ એક હેન્ડ સેનિટાઈઝરની બોટલ આપવામા આવી હતી. આ દર્દીએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here