દલિત નેતા જીગ્નેશ મેવાણીની સિહોરમાં મિટિંગ અને બેઠક ભાવનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી

વર્ષો પહેલા દલિતોને ફાળવેલી જમીનો પર કરશે કબજો, હક્કની જમીનો માટે ૬ ડિસેમ્બરે ટીમો સાથે ત્રાટકશે.

જો કબજો નહિ મળે તો જોવા જેવી થશે-જીગ્નેશ મેવાણી, સરકાર દુષ્કર્મ જેવી ઘટનામાં કડક કાર્યવાહી કરે તે જરૂરી.

સલીમ બરફવાળા
ધારાસભ્ય અને યુવા દલિત નેતા જીગ્નેશ મેવાણી આજે સિહોર આવી પહોચ્યા હતા અને બેઠક અને મિટિંગ યોજી હતી અને સરકાર સામે આકરા પ્રહાર કરીને જણાવ્યું હતું ગુજરાતમાં કાયદો વ્યવસ્થા સાવ તળિયે પોહચી ગઈ છે સંવીધાનના તજીયા ઉડી ગયા છે રાજકોટ બરોડા કે રાપરમાં બળાત્કારની ઘટનાઓ બની મુખ્યમંત્રીનું એક પણ સ્ટેટમેન્ટ ન આવ્યું અને ગુજરાતમાં ચારેય બાજુ જે બળાત્કારની ઘટનાઓ બની છે બેન દિકરીઓ કઈ હદે સુરક્ષિત છે ગુજરાત તેનો દાખલો છે અને નલિયા કાંડમાં રાજ્યની સરકારે પોતાના ભાજપના નેતોઓને બચાવવા માટે સેક્સના સ્કેન્ડલ પર જે ચાદર પાથરી દીધી અને તેના કારણે આ પ્રકારના તત્વોને છૂટ મળી છે.

તેવા ગંભીર પ્રકારના આક્ષેપો મેવાણીએ કર્યા હતા જ્યારે ભાવનગર સર્કીટ હાઉસ ખાતે યોજેલી એક પત્રકાર પરિષદમાં સાંથણીની જમીન, ખેડૂતને સહાય, શિક્ષણ સહિતના મુદાને લઈને સરકાર પર પ્રહારો કર્યા હતા તેમજ રાજ્ય સરકાર ને દલિતોના હક્કની અને વર્ષો પહેલા ફાળવેલી જમીનો કે જેના પર આજે પણ માથાભારે લોકોનો કબજો છે તેવી રાજ્યના ૬ અલગ અલગ જીલ્લાના ૬ ગામોની જમીનો ૬ ડીસેમ્બરના રોજ કબ્જા હક્ક લઈશું અને કબજો નહિ મળે તો જોવાજેવી થશે તેવો હુંકાર સરકાર સામે ભર્યો હતો.

આગામી ૬ ડીસેમ્બરના રોજ ડો.બાબા સાહેબ આંબેડકર નિર્વાણ દિને ગુજરાતના રાપર,ભચાઉ, બનારસકાંઠા, અમરેલી,ભાવનગર સહિતના જીલ્લાના ૬ ગામોમાં આજથી ૨૦ કે ૫૦ વર્ષ પહેલા જે જમીનો દલિતો ને ફાળવી દેવામાં આવી હતી અને જેનો કબજો આજદિન સુધી દલિતો ને સોપવામાં આવ્યો નથી તેવી હક્કની જમીનો કે જે હાલ માથાભારે ઇસમોના કબજામાં છે.

તેમની પાસેથી કબજે કરવા નો હુંકાર દલિત નેતા જીગ્નેશ મેવાણી એ કર્યો છે. આ પ્રક્રિયામાં ૬ અલગ અલગ ટીમો હક્કની લીગલ જમીનો છે તેના પર કબજો કરવા જશે. જેમાં જે તે વિસ્તારના પોલીસ વડાને આ બાબતે જાણ કરવામાં આવશે તેમજ આ પ્રક્રિયામાં કોઈ આડું ઉતરે નહિ, લાભાર્થીના જાનમાલ ને કોઈ પ્રકારનું નુકશાન ના થાય તેની જવાબદારી સરકારની છે.૨૫-૫૦ અગાઉ જે જમીનો ફાળવવામાં આવી હતી તેનો આજદિન સુધી કબજો તેમાં મૂળ વ્યક્તિને સોપવામાં આવ્યો નથી માટે તેઓ રાષ્ટ્રીય દલિત અધિકાર એકતા મચ હેઠળ જમીનો પર કબજો કરશે અને જો કબજો નહિ મળે તો જોવા જેવી થશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

હાલ જે પ્રમાણે દેશમાં દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે ત્યારે તે અંગે તેમને જણાવ્યું હતું કે આવી ઘટનાઓમાં ઝડપી અને કડક કાર્યવાહી કરવામાં આવતી ના હોવાથી ગુનેગારોને છૂટો દોર મળી રહ્યો છે અને આના કારણે આવી ઘટનાઓ વધી રહી છે, હવે જનતા ને કહીશ કે આવીઓ ઘટનામાં જીગ્નેશ મેવાણી નહી પણ વિજય રૂપાણી જાય અને સ્થાનિક પોલીસ તંત્ર ને કડક સુચના આપે અને પીડિત પરિવારની મુલાકાત લઇ અને તેમને આશ્વાસન આપે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here