તા.૩.અને ૪ જીજ્ઞેશ મેવાણી સિહોર સહિત ઉમરાળા વલભીપુર રાજપરા ખોડિયાર ભાવનગર ગોપનાથ સહિત ગામોની મુલાકાત લેશે
જીજ્ઞેશની મુલાકાતને લઈ બેઠકો અને મિટિંગોનો ધમ-ધમાટ, દલિત વિસ્તારોમાં કાર્યક્રમો થશે, રજૂઆતો અને બેઠકો થશે
સલીમ બરફવાળા
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર અને વડગામ ના ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણી તા.૩ અને ૪ ના રોજ સિહોર સાથે ભાવનગર જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે જમીન અધિકાર આંદોલન સફાઈ કામદારોને કાયમી કરવા ફીક્ષ પગારદારોને રેગ્યુલર કરવા અને ગરીબો પર થતા અત્યાચારો અંગે સરકારને રજુઆત કરાશે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર શ્રી જીજ્ઞેશભાઈ મેવાણી તા.૩ ના પ્રથમ દિવસે સિહોર સાથે ભાવનગર જિલ્લાના પ્રવાસે છે
જેમાં પ્રથમ ઉમરાળા ખાતે સવારના ૧૧:૦૦ વાગે સ્વાગત કાર્યક્રમ, બપોરે ૧૨:૦૦ વાગે વલ્લભીપુર ખાતે સ્વાગત કાર્યક્રમ બપોરે ૧:૦૦ વાગ્યે સિહોર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના હોદેદારને ત્યાં સામાજિક પ્રસંગે હાજરી,બપોરે ૧:૩૦ કલાકે રાજપરા (ખોડીયાર) ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના આગેવાન સાથે મિટિંગ અને ભોજન ,સાંજના ૩:૦૦કલાકે ભાવનગર સકિઁટ હાઉસ ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ને જિલ્લા કારોબારી સાથે મિટિંગ અને પત્રકાર મીટીંગ સાંજે ૫:૦૦ વાગે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના જિલ્લા પ્રમુખ અને એડવોકેટ અશોકભાઈ ગીલાતરની ઓફિસનું ઉદ્દધાટન અને રાત્રે ધોધા તાલુકાના કરેડા ગામે આગેવાનો સાથે મિટિંગ અને રાત્રી ભોજન.
જ્યારે બીજા દિવસે તારીખ ૪ ડીસેમ્બરે સવારે ૧૦:૦૦ વાગે ગોપનાથ ખાતે યોજાનાર કેડર કેમ્પમાં હાજરી, સાંજના ૫:૦૦વાગે અમદાવાદ જવા રવાના. આમ રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના આ કાયઁક્રમ માં સમાજના દરેક લોકોએ સહકાર આપી હાજરી આપવા વિનંતી તેમ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રદેશ અગ્રણી માવજીભાઈ સરવૈયા, જિલ્લા પ્રમુખ અશોકભાઈ ગીલાતર,કમઁચારી યુનિયનના પ્રમુખ હષઁદભાઈ બાંભણીયા,પ્રભારી શિવાલાલ સોલંકી, જિલ્લા કારોબારી ના સભ્ય અરવિંદભાઈ એમ.મકવાણા સહિત ના આગેવાનો ની એક યાદી જણાવાયું છે.