આગમચેતીના પગલે પ્રશાસનએ લીધી હોસ્પિટલની મુલાકાત-ચર્ચાઓ કરાઈ

અહેવાલ મિલન કુવાડિયા
કોરોના વાયરસ દેશમાં માથું ઉચકવાનો પ્રયાસ કરી રહયો છે. આટલી સાવચેતી અને પ્રશાસન ની મહેનત છતાં કોરોના પોઝિટિવ કેસો વધી રહ્યા છે. જેને લઈને દેશના વડાપ્રધાન થી લઈને તાલુકા કક્ષાનું તંત્ર રાત દિવસ મિટિંગો કરીને આગમચેતીના પગલાં લઈ રહી છે. ત્યારે એક સમયે ટી.બી રોગ નાબુદી માટે ભાવનગરના સિહોરનું જીથરી એશિયામાં પ્રસિદ્ધ હતું. અહીંનું ભૌગોલિક વાતાવરણ ટીબી ના રોગને માત આપવા અસરદાર હતું. જેને લઈને આજે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, ડીડીઓ, સિહોર પ્રાંત અધિકારી, મામલતદાર સહિતનો કાફલો જીથરી કે જે મહેતા ટી.બી હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા.

અહીં ભવિષ્યમાં જો જિલ્લામાં કોરોના ના કેસો વધી જાય તો અહીં કેટલા બેડ ઉભા થઇ શકે તેમ છે. અહીં કેવી કેવી વ્યવસ્થા ઉભી કરી શકાય છે તેની ચકાસણી માટે જિલ્લા તંત્ર આવી ગયું હતું. હાલ કોઈ સૂચના આપવામાં આવી નથી પરંતુ આગમચેતીના રૂપે જિલ્લામાં એક મોટી હોસ્પિટલ અહીં જીથરીમાં ઉભી છે તો તેનો કોરોના કેસોમાં કઈ કઈ રીતે ઉપયોગમાં કઈ શકાય છે તેની ચર્ચાઓ અહીં કરવામાં આવી હતી. ભાવનગરમાં પણ પોઝિટિવ કેસ વધી રહ્યા છે જેને લઈને તંત્ર પાણી પહેલા જ પાળ ઉભી કરવા માટે થઈને લાગી ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here