સિહોરના સણોસરા નજીક આવેલ સરવેડી ગામની ગૌચર જમીનમાં આગ ભભૂકી, આગને સ્થાનિકોએ મહામહેનતે ઓલવી

હજુ ત્રણ દિવસ પહેલા જુના જાળીયામાં આગની ઘટના બની હતી ત્યાં આજે ફરી સરવેડી ગામે ગૌચર જમીનમાં આગ લાગી, માલધારી યુવાનોની મહેનતને દાદ આપવી પડે


દેવરાજ બુધેલીયા
સિહોર તાલુકામાં કોણ જાણે કેમ છેલ્લા થોડા દિવસોથી ગૌચરની જમીનમાં આગ લાગવાની ઘટના બની રહી છે ત્રણ દિવસ પહેલા જુના જાળીયા ગામે ડુંગર માં આગ લાગી હતી. ત્યારે આજે ફરી પાછી સિહોરના સણોસરા નજીક આવેલ સરવેડી ગામે આવેલ ગૌચર ની જમીનમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી.

અહીં માલઢોર ચરાવતા માલધારીઓ નેજણ થતાં તેમને ગામના લોકોને જાણ કરતા દિનેશભાઇ સાટિયા દ્વારા માલધારીઓ ને ભેગા કરીને ડુંગરમાં લાગેલ આગને બુઝાવવા માટે થઈને કામે લાગી ગયા હતા.

આશરે ૪૫ વિધા ગૌચરની ડુંગરા ની જગ્યામાં આગ લાગી હતી. નવાઈ ની વાત એ છે કે કોઈ પણ ફાયર ફાઇટર ની મદદ વગર માલધારી યુવાનો એ ભેગા થઈને ત્રણ કલાકની ભારે મહેનત બાદ આગને કાબુમાં લીધી. અહીં ગામના લોકોએ એક થઈને તાત્કાલિક ધોરણે સમય સુજ વાપરીને આગ બુઝાવવા લાગી ગયા હતા.

જેને લઈને આગને ઝડપથી કાબુમાં લઈ અને ઓછું નુકશાન થવા પામ્યું હતું. અહીં યુવાનોની કામગીરી ને દાદ આપવી જ પડે સાથે ગૌચરની જમીનોમાં લાગતી આગની ઘટનાઓ અનેક સવાલો ઉપજાવે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here