વાડીએથી વહેલા કેમ આવ્યા? તેવું કહેતા ઉગ્ર બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા પુત્રએ ધોકાના ઘા મારી પિતાને મોતને ઘાટ ઉતારી દીધા

પોલીસે પુત્ર વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી અટકાયત કરી, ઉત્તરાયણનો તહેવાર હોય પિતા વાડીએથી વહેલા ઘરે આવ્યા હતા

સામાન્ય બોલાચાલીની ઘટનામાં ઈજાગ્રસ્ત પિતાનું સારવાર દરમ્યાન મોત, ઉતરાયણના દિવસે જ પુત્રએ કરી પિતાની હત્યા, ભાઈએ ભાઈ વિરોધ ફરિયાદ નોંધાવી

હરીશ પવાર – બ્રિજેશ ગૌસ્વામી
સિહોર તાલુકાના કનાડ ગામે ગઇકાલે ઉત્તરાયણના તહેવારના દિવસે પોતાની વાડીએથી સવારે ઘરે આવ્યા હતા. આથી તેનો તમે વાડીએથી વહેલા ઘરે કેમ આવ્યા? તેવું કહેતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. બાદમાં ઉશ્કેરાયેલા પુત્રએ પોતાના પિતાના માથામાં ધોકાના ઘા ઝીંકી દેતા લોહીલૂહાણ થઇ ગયા હતા. આથી સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા સિહોર તાલુકાના કનાડ ગામે ઉતરાયણની દિવસે પુત્રએ પિતા પર સામાન્ય બાબતે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોચાડતા પિતાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. દાન-પુણ્યનું ભાથું બાંધવાના દિવસે પુત્રએ પિતાની હત્યા કરી પાપનું પોટલું બાંધ્યું હતું. આ બનાવમાં પુત્ર પોલીસ સમક્ષ હાજર થયો છે જયારે પોલીસે આ બનાવમાં હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કળિયુગી પુત્રએ પિતાની ઉતરાયણના પાવન દિને સામાન્ય બાબતે ધોકાના ઘા ઝીંકી હત્યા કરી નાખવાની ઘટના સિહોરના કનાડ ગામે બનવા પામી હતી.

ઉતરાયણના દિવસે લોકો દાન પુણ્યનું ભાથું બાંધે છે ત્યારે પુત્રએ પિતાની હત્યા કરી નાખતા નાનકડા કનાડ ગામમાં ચકચાર મચી છે. આ બનાવમાં કનાડ ગામે રહેતા હકુભા દોલુભા ગોહિલ કે જે ગત રાત્રીના વાડીએ વહેલા ઘરે આવી જતા ઘરે રહેલા તેના નાના પુત્ર યુવરાજસિંહે કેમ વહેલા વાડીએ થી આવી ગયા તેમ કહી બોલાચાલી કરી હતી. આ બોલાચાલીએ ઉગ્ર રૂપ ધારણ કરતા ઉશ્કેરાયેલા યુવરાજસિંહે પિતા પર ધોકા વડે હુમલો કરી કરી ગંભીર ઈજાઓ પહોચાડતા તાકીદે તેને સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજતા આ બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ બનાવમાં પોલીસે મૃતક હકુભાના મોટા પુત્ર વિજયસિંહ ની ફરીયાદ ના આધારે હત્યાનો ગુનો નોંધ્યો હતો જયારે યુવરાજસિંહ જાતે જ પોલીસ સમક્ષ હાજર થઇ જતા પોલીસે તેની ધરપકડ કરી આ બનાવમાં વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ભાઇએ ભાઇ વિરૂદ્ધ પિતાની હત્યાની ફરિયાદ નોંધાવી

આ બનાવમાં મૃતકના બીજા પુત્ર વિજયસિંહે પોતાના પિતાની હત્યા અંગે ભાઇ યુવરાજસિંહ વિરૂદ્ધ સિંહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી યુવરાજસિંહની અટકાયત કરી છે. આ બનાવની તપાસ સિહોર પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.બી. પરમાર ચલાવી રહ્યા છે. મકરસંક્રાંતિના પર્વે પુત્રના હાથે પિતાની હત્યા થતા કનાડ ગામમાં ચકચાર મચી જવા પામી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here