હાય રે બેકારી: સિહોરના કનાડ ગામના યુવકે બેકારીથી કંટાળી જીવન ટૂંકાવી નાખ્યું, પંથકમાં ચોમેર અરેરાટી

બ્રિજેશ ગૌસ્વામી – સંદીપ રાઠોડ
દેશનો પરપ્રાંતિય શ્રમિક અને ગરીબ હવે રોટલીના એક એક ટુકડાઓ માટે ફાંફાઓ મારી રહ્યો છે લોકોની હાલત અત્યંત કફોડી બની છે પૈસાઓ ખૂટયા છે ધંધાઓ બંધ છે કોરોના વાઇરસના કારણે લોકડાઉનથી ઘરબંધી અને ધંધા રોજગારની તાળા બંધીને લઈ ગરીબ અને મધ્યવર્ગ પરિવાર આર્થિક રીતે ખૂબ પરેશાની ભોગવી રહ્યો છે લોકો અતિ આર્થિક મુશ્કેલી અને સંકડામણ અનુભવી રહ્યા છે દેશનો ગરીબ મરવા મજબુર બન્યો છે અનેક લોકોને એક ટંક રોટલો નસીબ થઈ રહ્યો નથી ત્યારે વધુ એક કરુણ ઘટના સામે આવી છે.

સિહોરના કનાડ ગામે રહેતા ધર્મેન્દ્રસિંહ ગોહિલ નામના યુવકે બેકારીથી કંટાળી પોતાના ઘરે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી નાખ્યું છે બનાવની કરુણ વિગત એવી છે કે સિહોરના કનાડ ગામે રહેતા ધર્મેન્દ્રસિંહ ગોહિલ નામના યુવક જેઓ સિહોર ગરીબશાહપીર પાછળ આવેલ કનારીયા એજન્સીમાં નોકરી કરતા હતા જેઓ છેલ્લા બે ત્રણ માસથી નોકરી ધંધો ન હોવાના કારણે પૈસા ન હોવાના કારણે અને બેકારીથી કંટાળી તેઓએ પોતાના ઘરે આજે સવારે ગળાફાંસો ખાઈને જીવનનો અંત આણી દીધો હતો.

ધર્મેન્દ્રસિંહે પોતાના ઘરે દોરડા વડે ટૂંપો દઈને મોતને વ્હાલું કરી લીધું છે બનાવને લઈ તેમની લાશ સિહોર હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી જ્યાં પોલીસ દ્વારા કેસ કાળગો કરીને બનાવની તપાસ આદરી છે ઉલ્લેખનીય છે કે મરણજનાર યુવક ધર્મેન્દ્રસિંહના લગ્ન ચાર માસ પહેલા ભાવનગર ખાતે થતા હતા ટૂંકા લગ્નગાળાના સમયમાં યુવકના આપઘાતના બનાવે પંથકમાં અરેરાટી વ્યાપી છે અને પરિવારમાં ભારે શોક છવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here