કરદેજની કન્યાશાળામાં ત્રિદિવસીય આનંદ મેળો યોજાયો, ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી કરાવતી શાળાની કન્યાઓ

મિલન કુવાડિયા
ડિજિટલ ઇન્ડિયાને લઈને સિહોર નજીકની કરદેજ કન્યાશાળાએ સૌ પ્રથમ વેબપોર્ટલ શરૂ કરીને ડિજિટલ ક્ષેત્રમાં પદાર્પણ કર્યું છે, સ્વ.કુમાર દિલજીતસિંહજી કન્યાશાળા કરદેજ ખાતે ત્રિદિવસીય ભવ્ય ભાતીગળ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.૧૧, ૧૨ અને ૧૩ માર્ચના રોજ કરદેજની કન્યાશાળામાં વિવિધ કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા હતા. જેમાં તા.૧૧ માર્ચે ગુજરાતની સૌપ્રથમ શાળકીય વેબ પોર્ટલનું ઉદ્ઘાટન નામદાર મહારાજા સાહેબ સબ્રિ રાઘવેન્દ્રજી બાપુ તથા મહારાણી સાહીબા શ્રીમતી પુનિતાબા ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ સાથે એન્ડ્રોઇડ એપ્લિકેશન અને કયું.આર.કોડ વાળા વિધાર્થીઓના આઈ.કાર્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ સાથે સવારે ૯ કલાકથી શાળાની દીકરીઓના હાથે તૈયાર કરાયેલા કસબી હેનડીક્રાફટ નમુનાઓનું પ્રદર્શન ગોઠવામાં આવ્યું હતું. જેમાં એક એક કસબી જોવો ને બીજી ભૂલો તેવી અદભુત કલા દીકરીઓ ની જોવા મળી હતી. સાથે પર્યાવરણ બચાવો અને સર્પ નિદર્શન નું આયોજન પણ કરવામાં આવ્યું હતું. રાત્રે ૮ કલાકથી અદ્યતન ટેલિસ્કોપ દ્વારા આકાશ દર્શન ગોઠવામાં આવ્યું હતું જેમાં શાળાની દીકરીઓ એ આકાશ દર્શનની માહિતી પૂરી પાડી હતી. બીજા દિવસે તા.૧૧ માર્ચે ગુજરાતની લોક સંસ્કૃતિક કલાને સંગીતને રજૂ કરતો રંગ કસુંબલ લોક ડાયરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નામી અનામી કલાકારોએ રાત્રીના રંગ જમાવ્યો હતો.

સાથે જ દીકરીઓ દ્વારા આંગળા કરડી જાય તેવી વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. શાળાની દીકરીઓ દવારા એક નાનકડું રસોડું ઉભું કરી દેવામાં આવ્યું હતું જેમાં ૨૫-જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. મહેમાનો દ્વારા દીકરીઓ ના હાથની વાનગીઓના પેટ ભરીને વખાણ કર્યા હતા. સાથે જ રાત્રી દરમ્યાન વાલીઓ સાથે મિટિંગનું આયોજન કરીને નવી ડિજિટલ પોર્ટલ સિસ્ટમ નો કઈ રીતે વપરાશ કરવો તેમજ તેના ફાયદાઓ વિશેની વાતોની સમજણ આપવામાં આવી હતી. જ્યારે ત્રીજા દિવસે તા.૧૩ માર્ચે શીતળા માતાના મંદિરના મેદાનમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકોના માનસિક વિકાસ તેમજ શારીરિક ઘડતર ને મજબૂત કરતી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં એક મિનિટ ની સ્પર્ધાઓ દ્વારા બાળકોના માનસિક વિકાસને મજબૂત કરવા આયોજનો કરવામાં આવ્યા હતા. આ સાથે જ ત્રિદિવસીય રમતો અને સ્પર્ધામાં સારું ઇનામ પ્રાપ્ત કરેલ વિધાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અહીં કાર્યક્રમમાં ગામના તથા આસપાસના પંથકના આગેવાનો હાજર રહીને દીકરીઓને પ્રોત્સાહન આપ્યું હતું. કાર્યક્રમના અંતમાં ડીજે ના તાલ સાથે દીકરીઓએ રાસ નજ રમઝટ બોલાવીને જલસો કરી દેવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here