લોકડાઉન માં ચોરીના ગુન્હાઓ વધી રહ્યા છે

બ્રિજેશ ગૌસ્વામી
દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકોના કામ ધંધા બંધ થઈ ગયા છે અને દોઢેક મહિનાથી ઘરમાં રહીને જીવન પસાર કરી રહ્યા છે. ત્યારે આવા સમયમાં ચોરોની હિંમત વધતી હોય તેવું દેખાય રહ્યુ છે. સિહોરમાં પણ ગત મહિનામાં ધોળા દિવસે ચોરી થયાની ઘટનાઓ સામે આવી હતી. ત્યારે આજે ફરી કરદેજ ગામે નારી ચોકડી થી આગળ પ્રેસ લખેલી બાઇક ચોરીને ગામમાં ધોળા દિવસે ચોરી કરવાના ઈરાદા સાથે આવેલ યુવાન ચોરી કરવા જતાં ગામના લોકોના હાથમાં ઝડપાઇ ગયો હતો. તેને પૂછતાછ કરતા તે રાજકોટ નો હોય તેવું રટણ કરી રહ્યો હતો. પોલીસ સતત પેટ્રોલિંગ અને બધા પોઈન્ટ ઉપર કડક બંદોબસ્ત હોવા છતાં ચોરીમાં ગુન્હાઓ વધી રહ્યા છે. આ ઘટના ની જાણ કરતા વરતેજ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ચોરને કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here