રવિવારે કાત્રોડી ગામે બનેલી ઘટનામાં સનસનીખેજ ખુલાસો, ૧૪ જેટલા ઘાં મારીને નિદ્રાધીન અવસ્થામાં જ યુવાનની હત્યા કરી નાખી

શંખનાદ કાર્યાલય
રવિવારે કાત્રોડી ગામે ભીમજીભાઈની હત્યાની ઘટનામાં સનસનીખેજ ખુલાસો બહાર આવ્યો છે અને ભીમજીભાઈની ઓરમાન માતાએ દીકરી અને જમાઈની સાથે મળીને ભીમજીભાઈને મોતને ઘાટ ઉતારી દીધા છે જેસર તાલુકાના કાત્રોડી ગામે ગત મોડી રાત્રીના નિદ્રાધીન યુવાનને ૧૪ જેટલા તિક્ષ્ણ હથિયારોના ઘા મારી કરપીણ હત્યા કરી નખાયાનો બનાવ સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. જે મામલે પોલીસ તપાસ દરમિયાન ઓરમાન માતાએ દિકરી-જમાઇ સહિતના સાથે મળી પુત્રની હત્યા કરી નખાયાનું ખુલતા પોલીસે માતા-દિકરી સહિત ચારની અટક કરી કોરોનાના રિપોર્ટ કરાવાની તજવીજ હાથ ધરી હતી.

જેસર તાલુકાના કાત્રોડી ગામે રહેતા અને ખેતીકામ કરતા ભીમજીભાઇ ભીખાભાઇ નાગર ગત રાત્રીના પોતાના ઘરે સુતા હતા તે વેળાએ તેઓની નિદ્રાધીન અવસ્થામાં જ તિક્ષ્ણ હથિયારોના ઘા મારી હત્યા કરી નખાતા ભારે ચકચાર મચી જવા પામી હતી. જે મામલે મૃતકના દાદાના દિકરાએ ભીમજીભાઇના ઓરમન માતા હિરૃબેન ભીખાભાઇ નાગર સામે શંકા જતાવી ફરિયાદ નોંધાવી હતી.

રક્તરંજીત ઘટના અનુસંધાને જેસર પોલીસે આઇપીસી ૩૦૨ સહિતની કલમ તળે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરતા ઓરમાન માતા હિરૂબેન ભીખાભાઇ નાગરે તેના ઓરમાન પુત્ર ભીમજીભાઇ સાથે જમીન વેચવા મામલે માથાકુટ થતા તેના દિકરી કોમલબેન દિનેશભાઇ (ઉ.વ.૪૦, રે.મોલડી, તા.સાવરકુંડલા), જમાઇ દિનેશ, આલકુ બચુભાઇ ખુમાણ (રે.સાવરકુંડલા), પૃથ્વી બાબુભાઇ પરમાર (રે.સાવરકુંડલા) સાથે મળી ભીમજીભાઇની હત્યા કર્યાનું ખુલ્યું હતું.

જેના પગલે લોકલ ક્રાઇમ બ્રાંચના તીરૃણસિંહ સરવૈયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં ઓરમાન માતા હીરૃબેન, તેના દિકરી કોમલબેન, આલકુ ખુમાણ અને પૃથ્વી પરમારને ઝડપી પાડયા હતા. જ્યારે જમાઇ દિનેશ હજુ ફરાર હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન જેસર પોલીસે તમામને કોરોન્ટાઇન કરી કોરોના રિપોર્ટ કરાવવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here