લ્યો બોલો – ખોડિયાર ઉત્સવ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી અને ધારાસભ્ય પરષોત્તમભાઇ સોલંકીનું નામ જ ગાયબ

શંખનાદ કાર્યાલય
આજે સિહોરના રાજપરા ખોડિયાર મંદિર ખાતે ખોડિયાર ઉત્સવ ૨૦૧૯ ૨૦૨૦ ની ઉજવણી થઈ રહી છે ત્યારે સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી પરષોત્તમભાઈ સોલંકીનું આમંત્રણ પત્રિકામાં નામનો ઉલ્લેખ નહિ કરાતા અને તર્કો સર્જાઈ રહ્યા છે લાખ્ખો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર માં ખોડિયારના ઉત્સવની દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ ઉજવણીનું આયોજન કરાયું હતું જેમાં ખાસ મહેમાનો અને અતિથિઓ માટે આમંત્રણ પત્રિકાઓ છાપવામાં આવી હતી જોકે આ પત્રિકાને લઈ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.

ખોડિયાર ઉત્સવ આમંત્રણ પત્રિકામાં રાજ્ય કક્ષાના મંત્રી અને સ્થાનિક ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરષોત્તમભાઈનું નામ જ ગાયબ છે પરષોત્તમભાઈ સોલંકનું નામ ગાયબ હોવાના કારણે આમંત્રણ પત્રિકાને લઈ વિવાદ થવાની સંભાવના હતી કારણકે સ્થાનિક આગેવાનો દવારા પણ સ્થાનિક તંત્રને ધ્યાન દોરવાનું ટાળ્યું છે હકીકત પોતાના ધારાસભ્યનું નામ પહેલા યાદ કરાવવું જ જોઈએ પરંતુ હરખ માં હરખફદુડા નેતાઓ ભાન ભૂલ્યા તેવું સ્થાનિક લોકો કહે છે.

ખોડિયાર ઉત્સવમાં આમંત્રણ પત્રિકામાં વિશેષ ઉપસ્થિતિ મહેન્દ્રસિંહ સરવૈયા, જીતુભાઇ વાઘાણી, ભારતીબેન શિયાળ, વકતુંબેન મકવાણા, કનુભાઈ બારૈયા, ભીખાભાઈ બારૈયા, આરસી મકવાણા સહિતના નેતાઓના નામ છાપવામાં આવ્યા છે ત્યારે ચર્ચાએ જોર એ પકડ્યું છે કે તળાજા કોંગ્રેસ ધારાસભ્યનું પણ અહીં નામ લખવામાં આવ્યું છે.

પરંતુ રાજ્યકક્ષા મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય પરષોત્તમભાઈ સોલંકીનું નામ ભૂલથી લખવાનું રહી ગયું છે કે જાણી જોઈને છાપવામાં નથી આવ્યું તે મોટો સવાલ છે સ્થાનિક સમર્થકો દ્વારા વિરોધનો વંટોળ થવાની શક્યતા હતી પરંતુ માતાજીનું કામ હતું ને પરષોત્તમભાઈ ને માતાજીમાં ખુબજ આસ્થા હોઈ કાર્યક્રમ સફળ બનાવવા સમર્થકો મોંન રહ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here