કોબડી નજીક ટોલપ્લાઝા પર હાલતો ટેક્ષ નહિ ઉઘરાવાય, પ્રજાના રોષનો પડઘો,

મિલન કુવાડિયા
કરોડો ના ખર્ચે બની રહેલા ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર ભાવનગર-તળાજા વચ્ચે ના કોબડી નજીક ના ટોલપ્લાઝા પર તા.૬ નવેમ્બરથી ટોલ ટેક્સ વસૂલવા નો પ્રારંભ નેશનલ ઓથોરિટી દ્વારા થનાર હતો.જે અંગેની જાણ સાંસદ ને થતા તેમણે તાકીદે નેશનલ ઓથોરિટી ના અધિકારી અને મંત્રી નીતિનભાઈ ગડકરી ને કરી અને આ ટોલપ્લાઝા પરથી ટેક્સ વસુલાત ને અટકાવી હતી.

રૂ.પાંચ હજાર કરોડના ખર્ચે નિર્માણ થઇ રહેલા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે કે જેનું ભાવનગરથી સોમનાથ સુધીમાં પાંચ ફેઝ માં કામગીરી હાલ શરુ છે.જેમાં ભાવનગર થી તળાજા સુધીના આર.સી.સી હાઈવે નું કામ જયારે ૮૦% પૂર્ણ થી ગયું છે અને અને આ માર્ગ પર વાહનો પણ અવરજવર કરી રહ્યા છે ત્યારે નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા કોબડી ખાતેના ટોલપ્લાઝા પરથી પસાર થતા વાહનો પાસેથી ટેક્ષ વસુલવા અંગેની જાહેરાત કરી હતી અને જેમાં તા.૬ નવેમ્બરથી તેનો પ્રારંભ કરવામાં આવનાર હતો.

જે અંગેની વાત ભાવનગરના સાંસદ ડો.ભારતીબેન શિયાળના ધ્યાને આવતા તેમણે હજુ આ માર્ગ પર બ્રીજ, બાયપાસ અને સર્વિસ રોડના કામો બાકી હોય જેથી લોકો ઉપર ટેક્ષનું ભારણ ન નાખવા અંગે તાકીદે નેશનલ ઓથોરીટી અને મંત્રી નીતિન ગડકરી સાથે વાત કરી હાલ માર્ગ પર ટોલપ્લાઝા પરથી ટેક્ષ ના વસુલવા નું નક્કી કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here