હજુ કામ અધૂરું છે હાઇવેનું પૂરું કામ નથી થયું અને ત્યાં ઉઘરાણા શરૂ, આ કેવો વહીવટ યાર, ફરી એકવાર ભાવનગરની નેતાગીરી નબળી પુરવાર, હજુ રોડનું કામ પુ થયું ન હોય સંઘર્ષ થવાની પુરી શકયતા  


મિલન કુવાડિયા
ભાવનગર જિલ્લાની જનતા માટે વધુ એક માઠા સમાચાર મળી રહ્યા છે વધુ એક આવતીકાલથી ઉઘરાણા માટેનું ટોલ નાકુ શરૂ થઈ રહ્યું છે હાઇવેનું કામ હજી શરૂ છે . રસ્તાનુ કામ અધુરૂ છે તેવા સંજાેગાેમા પણ સરકાર ખાલી તિજાેરી ભરવા આ વિસ્તારના લાેકાેને આકરાે ડામ આપવા જઇ રહી છે. અહી તાબડતાેબ આવતીકાલથી કોબડી નજીક ટાેલ ટેકસ વસુલવાનુ શરૂ કરાશે. આ તગડા ટાેલ ટેકસ સામે વાહન ચાલકાેમા અત્યારથી રાેષ છે હાઈવેનો પ્રોજેક્ટ ગોકળગાયની ગતિએ આગળ ધપી રહ્યો છે. હજુ વાહન ચાલકોને આરસીસીનો ફોર લેન સંપુર્ણ પ્રાપ્ત થયો નથી પરંતુ કેન્દ્ર સરકાર દિવાળીના મુડમાં હોય તેમ બોણી વસુલવા અધુરા નેશનલ હાઈવેની યુઝર ફી (ટોલ) વસુલવા અધીરી બની છે! રાજુલા પાસેના નાગેશ્રી નજીક બનેલા ટોલ નાકાનો ગઈકાલથી પ્રારંભ કરી દીધો છે જેનો દેકારો મચ્યો છે ત્યાં હવે આવતીકાલથી ભંડારીયા વચ્ચે બનેલા કોબડી ટોલ નાકા પર યુઝર ફી વસુલવા તખ્તો ઘડાયો છે. ઉલ્લેખનીય છે કે હયાત નેશનલ હાઈવેની હાલત ગામડાના રસ્તાથી’ય બદ્દતર છે જેની સુધારણા માટે ચલકચલાણુ ચાલી રહ્યું છે. બીજી બાજુ વાહન ચાલકોને ખંખેરવા તંત્ર અથ થયુ છે અને કાલથી જ કોબડી ટોલ નાકુ શ કરી ચાર્જ વસુલાશે. હાલના સંજોગો જોતા નેશનલ હાઈવે ઓથોરીટીએ લીધેલો આ નિર્ણય ઘર્ષણ અને વિવાદ સર્જે તેવા પૂરા એધાણ છે

સરકાર દાઝયા પર ડામ આપે છે : ભાવનગરની નેતાગીરી ફરી નબળી પુરવાર : મિલન કુવાડિયા

ભાવનગરની નેતાગીરી ફરી નબળી પુરવાર થઈ છે હજુ હાઇવેના ઠેકાણા નથી ત્યારે ટોલટેક્સ વસુલ કરવો તે કેટલુ વ્યાજબી આ રોડને નેશનલ હાઇવેનુ રૂપાળુ નામ આપી દેવાયુ છે. હાલમા રાેડનુ કામ ચાલુ છે. ઠેકઠેકાણે ડાયવર્ઝન કાઢેલા છે. રસ્તાનુ કામ પુરૂ થયુ નથી. તેવા સમયે જ ઉપરથી દબાણ આવતા અહી તાબડતાેબ ટાેલનાકુ ખડકી દેવાયુ છે. કાેરાેના કાળમા સરકારની તિજાેરીને માર પડયાે છે. જેથી જનતાના ખીસ્સામાથી વધુને વધુ નાણા કઢાવવા આવતીકાલથી જ અહી ટાેલ ટેકસ ઉઘરાવવાનુ શરૂ કરશે ત્યારે અહિતો દાઝયા પર ડામ આપ્યા જેવી સ્થિતિ છે..કોઈ બોલનારું નથી મોંગા મોઢે સહન કરનારી પ્રજા છે અને નેતાગીરી પણ નબળી પુરવાર થઈ છે તે વાત સત્ય છે
– મિલન કુવાડિયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here