દરવર્ષે 2 થી 3 લાખ લોકો દર્શનાથે આવતા હોય છે, જેની સામે આ વર્ષે હજારોની સંખ્યામાં જોવા મળ્યા, કોરોનાના કારણે આ વર્ષે પણ મેળો હતો બંધ

મિલન કુવાડિયા
ભાવનગર નજીક આવેલ કોળિયાક ગામે સમુદ્રની વચ્ચે આવેલા નિષ્કલંક મહાદેવના મંદિર ખાતે આજે શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે અમાસના દિવસે મેળો ભરાયા છે. તેમજ અહીં સમુદ્ર સ્નાન અને અસ્થિ પધરાવવા માટેનું અનેરું મહત્વ છે. જોકે, છેલ્લા બે વર્ષથી અહીં કોરોનાના કારણે મેળો ભરાયો નથી, પરંતુ તેમ છતાં આજે સોમવારે હજારોની સંખ્યામા લોકો પિતૃ તર્પણ અને અસ્થિ પધરાવવા માટે આવ્યાં હતા.

ભક્તોએ પવિત્ર સ્નાન કરીને ધન્યતા અનુભવીદર વર્ષે મેળામાં અનેક રાજ્યોમાંથી 2 થી 3 લાખ જેટલા શ્રદ્ધાળુઓ આવતા હોય છે. જે આજે હજારોની સંખ્યામાં જ દેખાયા હતા. ભક્તોએ પવિત્ર સ્નાન કરીને પોતાની જાતને ધન્યતા અનુભવી હતી. પોલીસે અનેક રસ્તાઓ ઉપર બેરીકેટ લગાવ્યાં હતા. તેમજ ચેકપોસ્ટ પર લોકોને મરણ દાખલાઓ ચેક કરીને જાવા દેવામાં આવ્યાં હતા.

ભાવનગરથી 30 કિલોમીટર દૂર આવેલું કોળિયાક ગામે સમુદ્રમાં બિરાજમાન નિષ્કલંક મહાદેવની શિવલિંગના દર્શન કરવા એક લ્હાવો છે. આ શિવલિંગ ઉપર દિવસમાં બે વખત સમુદ્ર જળ અભિષેક કરે છે. દિવસમાં બે વખત ઓટના સમયે લોકો અહીં દરિયામાં 1.5 કિલોમીટર જઈ આ શિવલિંગના દર્શન કરે છે. અહીં દરિયા કિનારે અનેક શિવ મંદિરો અને દેવીઓના મંદિર આવેલા છે. જેમાં સૌથી પ્રચીન મંદિર નિષ્કલંક મહાદેવનું મંદિર માનવામાં આવે છે. સૌ પ્રથમ ધજા ભાવનગરના રાજવી પરિવારે ચડાવીભાવનગરમાં કોળિયાક ખાતે આવેલા મંદિરે ભાદરવી અમાસના દિવસે મેળો ભરાય છે.

આ મેળામાં ગુજરાત અને દેશભરમાંથી લાખો લોકો પવિત્ર સ્નાન માટે આવે છે. અહીં અમાસના આગળના દિવસે રાજવી પરિવાર દ્વારા ધ્વજા પૂજન નિલમબાગ પેલેસ ખાતે કરીને તેમના પ્રતિનિધિઓને આ ધ્વજા સોંપવામાં આવે છે. આ વર્ષે કોરોનાના હજુ ચાલુ હોવાથી મેળો રદ કરવામાં આવ્યો હતો. જોકે, તેમછતાં હજારો લોકો અહીં દર્શન માટે આવ્યાં હતા. આજે સૌ પ્રથમ ધજા ચડાવવા માટે ભાવનગર સ્ટેટેના યુવરાજ જયવીરરાજ સિંહજી ખાસ હાજર રહ્યા હતા. આ વિસ્તારના ધારાસભ્ય પુરુષોત્તમ સોલંકીના પ્રતિનિધિ તરીકે તેમના પુત્ર દિવ્યેશ સોલંકી અને હિરેન સોલંકીએ પણ પૂજા અર્ચના કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here