ભાવનાબેનવાળા નામની શિક્ષિકાનો આપઘાત, સ્યુસાઈડ નોટમાં કામના ભારણને ગણાવ્યું જવાબદાર, પરિવારે આચાર્ય પર માનસિક ત્રાસનો આક્ષેપ લગાવ્યો

હરેશ પવાર
કોળીયાક ગામે રહેતા અને લાખણકા ગામે પ્રાથમીક શાળામાં ફરજ બજાવતી શિક્ષિકાએ મંગળવારે  કુવામા ઝંપલાવી આત્મ હત્યા કરી લેતા અરેરાટી પ્રસરી ગઈ છે. શિક્ષિકાએ આપઘાત કરતા પહેલા એક સ્યૂસાઇડ નોટ લખી છે જેમા પરિવારજનોને ભાણીયાનું ધ્યાન રાખવા ભલામણ કરી છે અને પોતાનાથી હવે સહન ન થતું હોવાનું જણાવ્યું છે. લાખણકા ગામે આવેલી લાખણકા પ્રાથમિક શાળામાં  એક વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ બજાવતા અને કોળીયાક ગામે રહેતા ભાવનાબેન વનમાળીભાઇ વાળા (ઉ.વ.૩૬ ) એ મંગળવારે કોળિયાક ગામના કુવામા ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.

મૃતકે આપઘાત કરતા પહેલા પરિવારને સંબોધી એક સ્યૂસાઇડ નોટ લખી છે જેમાં શાળાના કામના ભારણથી કંટાળી જઇ અને સહન ન થતું હોય આત્મહત્યાનું આ પગલુ ભર્યાનુ જણાવાયું છે. આ મામલે મૃતકના પિતા વનમાળીભાઇ વાળાએ પોલીસને જાણ કરતા ઘોઘા પોલીસે હાલ એ.ડી.નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના ભાઇ તુષારભાઇ વનમાળીભાઇ વાળાએ જણાવ્યું છે કે,  મારા બહેન છેલ્લા એક વરસથી લાખણકા પ્રાથમીક શાળામાં શિક્ષિકા તરીકે કામ કરતી હતી. ચોમાસા દરમ્યાન પડેલા વરસાદમા પરીક્ષાના પેપરો પલળી જતા શાળાના આચાર્યએ મારા બહેનને સ્વ ખર્ચે નવા પેપરો બનાવવાનું જણાવેલ.

વારંવાર આ બાબતે ટોર્ચર કરતા હતા જેથી મે તેમને નવા પેપરો લઇ આપેલ જે ચકાસવાની કામગીરી શરૂ હતી. મારા બહેનને આચાર્યએ અઠવાડીયામા નવા પેપર બનાવી આપવા સતત પ્રેશર કર્યુ હતુ. અને કામ ન થાય તો રાજીનામુ આપી દેવા આચાર્ય કહેતા હતા તેથી તેણી માનસિક રીતે પરેશાન રહેતા હતા અને કંટાળી આ પગલુ ભર્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here