લાખણકા સ્ટેટ દરબારે વર્ષો જૂની પરંપરા જાળવી, ઇન્દ્રવિજયસિંહે લોહીની આહુતિ આપી ઘેલોના નીરને વધાવી શાંત કર્યા

મિલન કુવાડિયા
સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદના તાંડવે ભારે તારાજી સર્જી છે ભારે વરસાદના પગલે અનેક ગામોમાં પાણીમાં ગરકાવ થયા છે અને ખાસ કરી ખેડૂતના ખેતરોમાં વરસાદના કારણે ઉભા પાકોને ભારે નુકશાન થયું છે ભાવનગર જિલ્લાની જો વાત કરવામાં આવે રંઘોળી નદી, કાળુભાર, અને ઘેલો નદીના પાણીએ ભાલ પંથકના લોકોને વધુ તરબોળ કરી દીધા છે અને તે વિસ્તારોમાં વધુ નુકશાની થવા પામી છે ત્યારે ઘેલો નદીનો એક ઇતિહાસ રહ્યો છે અને તે પરંપરા આજે પણ લાખણકા સ્ટેટ દરબાર ઈન્દ્રવિજયસિંહ રાઓલ દ્વારા જાળવીને લોહીની આહુતિ આપી ઘેલો નદીના નીરને શાંત કરીને વધામણાં કર્યા છે.

૬૦ વર્ષ પહેલાં ઘેલોમાં પુરનું સંકટ સર્જાયું ત્યારે હાલ લાખણકા સ્ટેટ દરબારના દાદાબાપુએ પોતાના લોહીથી આહુતિ આપીને નીરને શાંત કર્યા હતા આ પરંપરા લાખણકા સ્ટેટે આજે પણ જાળવીને રાખી છે અને ઇન્દ્રવિજયસિંહે લોહીની આહુતિ આપી ઘેલોના નીરને વધાવી શાંત કર્યા હતા સમગ્ર કાર્યક્રમમાં ગ્રામજનો દ્વારા ઢોલ શણગાઈ સાથે પૂજન વિધિમાં ઉત્સાહભેર જોડાઈને ઘટનાના સાક્ષી બન્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here