ચોમાસાના પગલે ટમેટા, ચોળાશીંગ, ગુવાર, મેથીના ભાવ ઉંચકાયા ; એપ્રિલ એન્ડમાં જથ્થાબંધમાં મણના ૩૦૦૦થી ૪૪૦૦ના નફાખોરી સંગ્રહખોરીના લીધે સૌથી ઉંચા ભાવે લીંબુ વેચાયા

હરિશ પવાર
નફાખોરી અને સંગ્રહખોરીના પગલે ગુજરાતમાં દોઢ માસ પહેલા તા.૨૮ એપ્રિલના પ્રતિ મણના રૂ।.૩૦૦૦થી ૪૪૦૦ના ઐતહાસિક રેકોર્ડ ભાવે યાર્ડમાં વેચાયેલા લીંબુના ભાવમાં ઝડપી અને તોતિંગ ઘટાડો તાજેતરમાં થયો છે. આજે આ જ લીંબુના ભાવ રૂ।.૧૦૦થી ૬૦૦ના ભાવે એટલે કે સાતમાં ભાગના ભાવ થઈ ગયા છે. દોઢ માસ પહેલા રૂ।.૩૦૦ના કિલો લેખે જે લીંબુ વેચાતા હતા, આજે એટલા જ નાણામાં ૨૦ કિલો લીંબુ મળવા લાગ્યા છે જે બજારમાં રૂ।.૧૫ થી ૨૦ લેખે વેચાય છે.એપ્રિલના એન્ડમાં લીંબુ રૂ।.૩૦૦૦થી ૪૫૦૦ વચ્ચે ભાવ રહ્યા હતા અને હજુ એક માસ પહેલા તા.૨૧ મે આસપાસ પણ રૂ।.૧૨૦૦થી ૨૬૦૦ પ્રતિ મણના ભાવ ટક્યા હતા.

હાલ લીંબુ માત્ર સસ્તા જ નથી થયા પરંતુ, રસદાર પણ મળવા લાગ્યા છે. સંગ્રહાખોરો પર નિયંત્રણ નહીં હોવાથી ભાવની રમત કરવા ઉનાળામાં કોલ્ડ સ્ટોરેજના લીંબુ બજારમાં લાવીને મન ફાવે તે ભાવે વેચાય છે અને તેમાં આ વર્ષે ગુજરાત સહિત સમગ્ર દેશમાં લીંબુના ભાવ આસમાનને આંબ્યા હતા.બીજી તરફ યાર્ડમાં ચોમાસાના પગલે કેટલાક શાકભાજીની આવક ઘટતા ચોળાશીંગ, ટમેટાં, ગુવાર, લીલી મેથીના ભાવ પ્રતિ એક કિલોના રૂ।.૫૦ને પાર થયા હતા. જ્યારે અન્ય તમામ શાકભાજીના ભાવ સ્થિર રહ્યા છે અને સરેરાશ રૂ।.૧૫થી ૪૦ના કિલો લેખે સોદા થાય છે.ગુજરાતમાં દર વર્ષે ૨.૫૦ લાખથી વધુ હેક્ટરમાં શાકભાજીનું વાવેતર થાય છે અને હાલ આ વાવેતર શરુ થઈ ગયું છે જે શાકભાજી એક-બે મહિના પછી બજારમાં આવતા ભાવ ઘટશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here