દીપડના આંતકથી પશુપાલકો ખેડૂતો લાચાર, હજી ગઇકાલે તરશીંગડા ગામે મારણની ઘટના સામે આવી હતી ત્યાં આજે ફરી બે પશુઓને ફાડી ખાધા


મિલન કુવાડિયા
સિહોર પંથકના ડુંગરોમાં વસવાટ કરતા દીપડા હવે માનવ વસવાટ તરફ વળતા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. ખૂંખાર દીપડાએ ડુંગરોના વિસ્તારમાં ખેતરોના સીમાડા વટાવી ગ્રામ્ય વિસ્તારોમાં આંટા-ફેરા મારવાની સાથે પશુઓનું મારણ કરતા પશુપાલકો ખેડૂતો અને લોકોમાં ભારે દહેશત જોવા મળી રહી છે સ્થાનિકો દીપડાને પાંજરે પુરવાની માંગ કરી છે હાલ ઉનાળાની ગરમી આકરી બની રહી છે.

ત્યારે જંગલોમાંથી હિંસક પશુઓ પોતાનો ખોરાક તેમજ પાણીની શોધખોળ કરતાં કરતાં ગામોમાં પણ આવી પહોંચતા હોય છે ત્યારે છેલ્લા ત્રણેક દિવસથી દીપડો સિહોર પંથકમાં આસપાસ દેખા દઈ રહ્યો છે હજુ ગઇકાલે સિહોરના તરશીંગડા ગામે મારણ કર્યાની ઘટના તાજી છે ત્યાં આજે ફરી સિહોરના સણોસરા વાવડી રોડ બે પશુઓના મારણ કર્યાની ઘટના સામે આવી છે.

સિહોર પંથકનો વિસ્તાર ડુંગરાળ અને ઝાડીયુક્ત હોય જંગલોમાં હિંસક પ્રાણીઓ હોય છે. હાલમાં ઉનાળો આકરો બન્યો છે સાથે કેટલીક વાર જંગલોમાં આગ ભભૂકી ઉઠવાની પણ ઘટનાઓ બનતી રહે છે ત્યારે આવા જંગલી પ્રાણીઓ ખોરાકપાણીની શોધમાં ગામડાઓ તરફ વળી જતા હોવાના કિસ્સાઓ સામે આવે છે. ત્યારે છેલ્લા ત્રણેક દિવસથી સિહોર પંથકમાં દીપડાએ આતંક મચાવ્યો છે ગઈકાલે તરશીંગડામાં મારણની ઘટના બાદ

આજે સિહોરના સણોસરા નજીકના વાવડી રોડ પર વાડી વિસ્તારમાં રસિકભાઈ પરમાર અને વીનુંભાઈ પરમારના ખેતરમાં દીપડો આવ્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. આ ખેતરમાં દીપડાના પગના નિશાન પણ જોવા મળ્યા હતા જ્યારે બે પશુનું મારણ પણ દીપડાએ કર્યું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. સાથે ગ્રામજનોએ દીપડાને પાંજરે પુરવા માટે પણ ઉગ્ર માંગ કરી છે. દીપડો દેખાવાના કારણે આસપાસના ગામોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here