ભાવનગર રાજકોટ હાઇવે લીમડા નજીક અમરેલીના પરિવારને અકસ્માત નડ્યો, ૧૦૮ મારફતે ઇજાગ્રસ્તોને સિહોર હોસ્પિટલમાં ખસેડાયા

બ્રિજેશ ગોસ્વામી
ભાવનગર રાજકોટ હાઇવે ઉપર આવેલ લીમડા ગામ નજીક ગઈકાલે મોડી રાત્રીના અમદાવાદ થી અમરેલી તરફ જતા અમરેલીના પરિવારને અકસ્માત નડતા પરિવારના પાંચ છ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

જેમાં લીમડા નજીક ટ્રક સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ૧૦૮ ઇમરજન્સી સેવા મારફતે ઇજાગ્રસ્ત લોકોને નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

અમરેલી જતા પરિવાર ના નસીમબેન અનવરલી બોજા ઉ.વ.૪૧, નરગીસબેન રાજાભાઈ ઉ.વ.૩૫, રાજાભાઈ તામંગ ઉ.વ૩૭ અને આદિત્ય રાજાભાઈ ઉ.વ ૧૩ ને ઇજા પહોંચતા સારવાર માટે સિહોરના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here