જિલ્લામાં ત્રણ ચાર દિવસથી કેસોમાં ઉછાળો, સોશિયલ મીડિયામાં કોરોના વિષય અંગે કોમેન્ટ કરનારા સામે પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ લાગુ કરાયાની ચર્ચા


સલીમ બરફવાળા
છેલ્લા ચાર દિવસથી ભાવનગર જિલ્લામાં કોરોનાના વધતા જતા કહેર વચ્ચે અફવાઓનું બજાર ગરમ થવા પામ્યું છે. સમગ્ર ગુજરાતમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે અમદાવાદમાં કરફ્યુની જાહેરાતને લઈ સિહોર સાથે જિલ્લામાં પણ પુનઃ એકવાર લોકડાઉન સહિતની અફવાઓએ જોર પકડયું છે. જો કે રાજ્ય સરકાર દ્વારા વધુ એક લોકડાઉન અંગે કોઈ વિચારણા ન હોવાની સ્પષ્ટતા કરી છે.

દિવાળી પર્વની બેખોફ ઉજવણી કર્યા બાદ સમગ્ર ગુજરાત રાજ્ય સહિત ભાવનગર જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. કોરોનાનું સંક્રમણ વધતા મહાનગર અમદાવાદમાં બે દિવસ કરફ્યુનો નિર્ણય લેવાયો છે ત્યારે ભાવનગર જિલ્લામાં પણ વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે સોશ્યલ મીડીયામાં અફવાઓનો મારો ચાલી રહ્યો છે. દિવાળી પર્વ ટાંણે પર્યટન સ્થળોએ ફરવા ગયેલ લોકોને તાકીદે ઘરે આવી જવા સાથે સરકાર દ્વારા વધુ એક લોકડાઉન અમલી બનાવવામાં આવશેની અફવાઓએ જોર પકડયું છે.

સાથે સાથે સોશ્યલ મીડીયામાં કોરોના વિષય અંગે જોક કરવા અંગે પણ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ લાગુ કરાયો હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે. બીજી તરફ કોરોનાના વધતા કહેર વચ્ચે લોકોને સાવચેતી રાખવા અંગેના મેસેજો પણ વહેતા થયા છે. અફવાઓના ગરમાવા વચ્ચે હાલ જિલ્લામાં લોકડાઉન કે કરફ્યુની કોઈ વિચારણા નથી તેવું ગઇકાલે જિલ્લા કલેકટર સ્પષ્ટ કર્યું હતું તાજેતરમાં તહેવારોની ઉજવણી થઈ છે અને હાલ શિયાળાની શરૂઆત સાથે જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે.  જેને લઈ આરોગ્ય વિભાગ અને સર્વેલન્સ ટીમો દ્વારા વિવિધ સ્થળોએ સર્વેની કામગીરી તેજ કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here