સિહોર મારુ કંસારા જ્ઞાતિ દ્વારા રાજ્યકક્ષા લેવલની ઓનલાઈન રંગોળી સ્પર્ધા યોજાઈ

હરેશ પવાર
સમગ્ર વિશ્વ કોરોના સામે ઘરમાં બેસીને લડી રહ્યું છે. વિદ્યાર્થીઓને પણ આવા સમયમાં ઘરે બેઠા બેઠા મોબાઈલમાં સમય બગાડે એના કરતાં પોતાની અંદર રહેલી કલાને ધારદાર કરે તેવા હેતુથી સિહોર મારુ કંસારા જ્ઞાતિ દ્વારા ઓનલાઈન રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નવતર પ્રયોગમાં ગુજરાતમાંથી બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ ભાગ લીધો હતો. ત્રણ દિવસીય રંગોળી સ્પર્ધામાં સો થી વધુ લોકોએ ભાગ લઈને વિવિધ અને ભાતભાતમી રંગોળી કરી હતી.

આ ઓનલાઈન રંગોળી સ્પર્ધામાં જજ તરીકે સિહોરના પેઈન્ટર સુભાષભાઈ રાઠોડ અને રવિભાઈ બીહોલ્લાએ તમામ સ્પર્ધકોની રંગોળીનું બારીક નિરીક્ષણ કરીને શ્રેષ્ઠ રંગોળી બનાવનાર ત્રણ સ્પર્ધકોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

જેમાં પ્રથમ ક્રમે જિનલબેન પરમાર (જામનગર), બીજા ક્રમે અવનીબેન ગુજરાતી (અમદાવાદ) અને ત્રીજા ક્રમે કૃપા બુધભટી ( રાજકોટ)ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને અન્ય ૪ થી ૧૦ ક્રમે આવેલ સ્પર્ધકોને પ્રોસત્સાહન ઇનામ આપીને તેમની કલાને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તમામ સ્પર્ધકોને જ્ઞાતિ તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે. સમગ્ર સ્પર્ધાનું આયોજનમાં જ્ઞાતિના હોદેદારો અને ટ્રસ્ટી મંડળ દ્વારા જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here