L.R.D. ભરતીમાં પુરૂષ ઉમેદવારોને અન્યાયના મુદે સિહોર ખાતે યુવાનોમાં રોષ, ૫૦ વધુ યુવાનોએ આક્રોશ વ્યક્ત કર્યો

યુવાનો કહે છે સરકારની નીતિ થઈ ગઈ છે તમે આંદોલન કરો તો જ ન્યાય મળે, લોલીપોપ સરકાર, જીતુભાઈ વાઘાણીની ઑફિસે આવેદન આપવા ગયેલા યુવાનોને જેલ ભેગા કરી દીધા છે

મિલન કુવાડિયા
સિહોર સહિત રાજયભરમાં એલ.આર.ડી ભરતીમાં પુરૂષ ઉમેદવારોમાં અન્યાયનો મામલો ફરી ધગ ધગ્યો છે અગાઉ પણ મહિલા અને પુરુષ એલઆરડી જવાનોએ પોતાના ન્યાય માટે આંદોલનનો સહારો લેવો પડ્યો હતો ત્યારે ભરતીમાં પુરુષ ઉમેદવારોનો અન્યાય મામલો હવે આંદોલન તરફ રફતાર પકડી રહ્યો છે આજે સિહોરના ક્રિકેટ ગ્રાઉડ ખાતે એલઆરડીના જવાનો તેમજ પોલીસ ભરતીના યુવાનો એકઠા થયા હતા સોશ્યલ ડિસ્ટન્સ રાખી સરકાર સામે બળાયો કાઢ્યો હતો યુવાનો કહે છે.

સરકાર અમારી સાથે અન્યાય કરી રહી છે, આ સરકારમાં યુવાનો બેરોજગાર બની રહ્યા છે, ગોટાળા વગરની એક પણ ભરતીઓ થતી નથી, વિધાર્થીઓ આંદોલન કરે તો જેલ ભેગા કરી દેવામાં આવે છે, સરકાર અમારી આટલી કસોટી ના લે, સરકાર યુવાનોનો અવાજ ન દબાવે, સરકાર પોલીસને આગળ કરવા છે, જીતુભાઈ વાઘાણીની ઑફિસે આ મામલે આવેદન આપવા ગયેલા યુવાને જેલ ભેગા કરવામાં આવ્યા આવે તેવો આક્રોશ વ્યક્ત કર્યો છે સિહોરના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ૫૦થી વધુ યુવાનો થઈ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરીને સરકાર સામે ફરી બાયો ચડાવી છે ત્યારે ભરતીનો મામલો ફરી વકર્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here