સિહોરના જીઆઇડીસી વિસ્તારમાં દિવાળીએ જૂગાર રમવા બેઠેલો યુવાન બેસતુ વર્ષ ન જોઈ શક્યો

જુગાર રમતી વેળાએ બોલાચાલીમાં મારામારી થતા માથામાં ઈજાથી થઈ, અને મોત નીપજ્યું : આરોપીને સિહોર પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો


હરેશ પવાર
સિહોરમાં દિવાળીની રાત્રે હાર જીતનો જૂગાર રમી રહેલા બાજીગરો વચ્ચે બબાલ થતા એક યુવાનને જીંદગી હારી જવી પડી હતી. જૂગાર દરમિયાન બોલાચાલી થતા અન્ય શખ્સે માથામાં લોખંડનો કટકો મારી દેતા યુવાને દમ તોડી દીધો હતો. સિહોર પોલીસે આરોપીને ઝડપી લઈ નજરકેદ કરી કોરોના ટેસ્ટની કાર્યવાહી પૂર્ણ કરી લોકઅપ હવાલે કરેલ છે. તા.૧૪ ને શનિવારે સિહોરમાં સનફાયર ગેસ વાળી જગ્યા પાસે મિલ જવાના રસ્તા પર આ જ મિલમાં કામ કરતા સંજય ઉર્ફે કૃણાલ કપિલ બહેરા, બિરઘી વિક્રમ શાહ અને અન્ય શખ્સો જૂગાર રમતા હતા.

આ દરમિયાન બોલાચાલી થતા સંજય ઉર્ફે કૃણાલ બહેરાએ બિરઘી વિક્રમ શાહને માથાના ભાગે લોખંડનો કટકો ફટકારી દેતા લોહિયાળ ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તને સિહોર હોસ્પિટલ ખસેડાયા બાદ ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યાં તા.૧૫ને રવિવારે તેનું મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના સાળાએ સિહોર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સંજયને ઝડપી લઈ કોરોના ટેસ્ટ કરી લોકઅપમાં ધકેલી દીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here