મઢડા ગામની વહેલી સવારની ઘટના, રોહિત પથારીમાં સૂતો હતો અને તે વેળાએ સાપે ડંખ મારતા રોહિતની હાલત ગંભીર થઈ


હરેશ પવાર
સિહોરના મઢડા ગામના ૧૧ વર્ષના બાળક રોહિતને સાપ કરડતાં મોત થતા ચકચાર મચી છે મઢડા ગામના જગદીશભાઈ વશરામભાઈ ચૌહાણ તેના બે પુત્ર ઋત્વિક અને રોહિત તે પૈકી રોહિત આજે સવારે પથારીમાં સૂતો હતો ત્યારે સાપે રોહિતના શરીરના ભાગોમાં ડંખ મારતા બાળક રોહિત ચીસો પાડવા લાગતા પરિવાર જાગી ગયો હતો અને રોહિતને સાપ કરડવાની જાણ થતાં તેઓને તાત્કાલિક સિહોરની હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો જ્યાં મશીનનો ખોટકો હોવાથી રોહિતને વધુ સારવાર માટે ભાવનગર કઈ જવાતા રોહિત વચાળે મોતને ભેટ્યો હતો અને અંતિમ શ્વાસ લીધા હતા રોહિતના મોતથી પરિવારમાં શૉક છવાયો છે અને મઢડા ગામે ભારે અરેરાટી વ્યાપી છે રોહિત ધોરણ ૫માં અભ્યાસ કરતો હતો ખૂબ હોશિયાર બાળક હતો તેમનો પરિવાર ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here