કોરોના સામેની લડાઈમાં સંતો મહંતો આગળ આવ્યા, અગ્રણીઓને ચેક અર્પણ

દેવરાજ બુધેલીયા
દેશની સાથે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે ત્યારે આ લડાઈ માં સરકારની મદદ માટે દેશના ઉદ્યોગપતિ સાથે વિવિધ સંસ્થાઓ અગ્રણીઓ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આગળ આવ્યા છે ખાસ કરીને સૌરાષ્ટ્રના સંત સમુદાય નો અમૂલ્ય ફાળો રહ્યો છે. આ સંતો-મહંતો પૈકીના જ એક એવા પરમ પૂજ્ય સંતશ્રી ભગવતી બાપુ, ભગવતી આશ્રમ મઢડા દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ.૫૧૫૨૧/- અને પ્રધાનમંત્રી રાહત ફંડમાં ૫૧૫૨૧/- રૂપિયા એમ કુલ રૂ. ૧૦૩૦૪૨/- રોકડા જમા કરાવી બહુમૂલ્ય યોગદાન આપેલ છે.

આ પ્રસંગે ગુજરાત સરકાર વતી ૧૦૨ ,પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા તથા સિહોર તાલુકા ભાજપના પ્રમુખ ગેમાભાઈ ડાંગર, તથા ધીરુભાઈ, ભગવાનભાઈ ડાંગર, તથા ભગવતી આશ્રમ સમુદાય , તાલુકા પંચાયત સિહોર વતી ચાપરાજભાઈ ઉલવા અને ગ્રામ પંચાયત મઢડા વતી સરપંચ ઉપસરપંચ ભાવસંગભાઈ રૂપસંગભાઈ ડોડીયા , સભ્ય જનકભાઈ તથા તલાટી કમ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા . આ પ્રસંગે ધારાસભ્યશ્રી એ પૂજ્ય બાપુના આશીર્વાદ લીધા હતા તથા સમાજ સેવામાં આશ્રમની કામગીરીને બિરદાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here