પીજીવીસીએલ કચેરીમાં જાણ કરવા છતાં હજુ સારું મુરત નીકળ્યું નથી લાગતું
અહેવાલ ગૌતમ જાદવ (મેઘવદર)
સિહોરના મેઘવદર ગામે દિગ્વિજયસિંહ ગોહિલ ની વાડી નજીક આવેલ ઇલેવન કેવી નો વિજપોલ છેલ્લા ઘણા સમયથી પડું પડું થઈ રહ્યો છે. અહીં વિજપોલ પાસેથી દિવસ દરમિયાન રાહદારીઓ નું દિવસભર આવજા રહે છે ત્યારે કોઈ ઘટના સર્જાય અને રાહદારીઓ નું જીવનું જોખમ થાય તો જવાબદારી કોણ ઉપાડશે ? અહીંના રહીશો દ્વારા પીજીવીસીએલ માં જાણ કરેલ અને કર્મચારીઓ આવીને નિરીક્ષણ કરીને જતા રહેલ છતાં આજ દિન સુધી પીજીવીસીએલ કચેરી દ્વારા પોલ ને સરખો કરવાની કામગીરી હાથ ધરાઈ નથી. જાણે કોઈના અકસ્માત ની રાહ જોઇને જ બેઠું હોય પીજીવીસીએલ તેવું લાગી રહ્યું છે. વહેલી તકે વિજપોલ સારો કરી નાખવામાં આવે તેવું અહીંના રહીશો ઇચ્છિ રહ્યા છે