મહારાણા પ્રતાપના અમુક વિષયો અને સ્મરણો કાયમ યાદ કરવા પડે – ભરતભાઈ મેર

મિલન કુવાડિયા
મહારાણા પ્રતાપસિંહજીની આજે ૪૮૦ મી જન્મ જયંતિ છે જેના ભાગરૂપે સિહોરના ખોડિયાર મંદિર ખાતે તેની ઉજવણી કરવામાં આવી જેમની પ્રતિમાને પુષ્પ અને ભાવ વંદમાં કરીને ઉજવણી થઈ છે આ પ્રસંગે ભરતભાઇ મેરે જણાવ્યું હતું કે મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિજ્ઞા નું પાલન અડગ હતું જેને આજે પણ યાદ કરવું પડે. કાઠિયાવાડી ભાષા માં કહું તો વટ વચન અને વેર સંપૂર્ણ પણે નિભાવવાની ખૂબ મોટી તાકાત જો કોઈ પાસે હતી તો તે મહારાણા પ્રતાપ પાસે હતી..ભરતભાઈ મેરે આગળ જણાવ્યું કે તેમના એક બે સ્મરણો જીવનમાં યાદ રાખવા જેવા છે.

વટ એટલે કાયમ માટે અકબર કીધું કે હું રાજ આપી દવ તમારા રાજ ની અંદર કોઈ છંછેડ પણ નહિ કરું…પણ મારી સેનાને મારી ગાદી ને જુકવું પડશે વટના ખાતર મહારાણા પ્રતાપસિંહજી છેલ્લે સુધી ઝુક્યા નહિ…વચન એમણે એમની પત્ની ને આપ્યું હતું અરવલ્લી ના પહાડો ના જંગલો ની અંદર એ પત્ની દીકરી સાથે પોતે પોતાનું રાજ મૂકીને રખડતા અને ભટકતા હતા ત્યારે એક વખત ઝાડના છાયા નીચે મહારાણા પ્રતાપસિંહજી બેઠેલા અને ઝાડ ના ટેકે થોડી નીંદર આવી ગઈ અને નીંદરમાં મૂછ ઉપર હાથ નાખી ને હસ્યા ત્યારે મહારાણી સાહેબને સમજાઈ ગયું કે મહારાજા ના વિચારો શું ચાલે છે.

એ જ્યારે જબકી ને જાગ્યા ત્યારે મહારાણી ને કીધું કે આજે જ્યારે તમે જે સપનામાં જોયું છે તે હકીકત બને ત્યારે એને જતો કરી દેજો..અને એ જ બનાવ મહારાણા પ્રતાપસિંહજી જંગલ માં ઘોડો લઈ ને ફરતા હતા એજ સમયે અકબર શિકાર કરવા નીકળ્યો હોય..અને અકબર એના સૈને થી છૂટા પડી જાય અને એકલો અકબર જ્યારે સામો આવે ત્યારે મહારાણા પ્રતાપસિંહ એને ઓળખી ગયા કે અકબર આવે છે પણ અકબર એને ઓળખી શક્યો નહિ..અકબરે કીધું ભાઈ હુ ભૂલો પડ્યો છું મને રસ્તો બતાવો ત્યારે મહારાણા પ્રતાપસિંહે એમની પત્ની ને આપેલું વચન યાદ આવ્યું.

એ વચન ના ખાતર એ દિવસે એકલો અકબર હતો અને મહારાણા એને ઊભો ચિરી નાખે એવી પરિસ્થિતિ માં પોતાની પત્ની ને આપેલું વચન ન તોડ્યું અને અકબર ને જીવતો જાવ દિધો..એટલે વટ વચન અને વેર ત્યારે કેહવાયું છે આમ મહારાણા પ્રતાપસિંહજી ની એક બે સ્મરણો જીવનમાં યાદ રાખવા જેવા છે તેવું ભરતભાઈ મેરે કહ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here