સામે આવીને માંગણી કરો, રાજીનામું આપવા તૈયાર : CM ઉદ્ધવ ઠાકરનો શિંદેને પડકાર

હિન્દુત્વ અંગે મારે કોઈને પ્રમાણ આપવાની જરૂર નથી : હિન્દુત્વ અંગે મહારાષ્ટ્રની વિધાનસભામાં બોલનાર હું પહેલો મુખ્યમંત્રી હતો : CM ઠાકરેએ ઉમેર્યું હતુ કે શિવસેના એટલે જ હિન્દુત્વ હતુ અને છે : આજની શિવસેનાની પણ બાળાસાહેબની જ શિવસેના છે : અમે ક્યારેય હિંદુત્વ છોડ્યું નથી : આદિત્ય અને શિંદે એક સાથે જ અયોધ્યા ગયા હતા : વડીલ શિંદે સાથે બાગી થઈને ગુવાહાટી ગયેલ અનેક ધારાસભ્યો હજી પણ પરત આવવા માંગે છે : કોંગ્રેસ તરફથી કમલનાથે મને મુખ્યમંત્રી તરીકે સ્વીકાર્યો છે અને પવાર સાહેબે પણ સ્વીકાર્યો છે : તમારી જે પણ સમસ્યાઓ છે મારી સમક્ષ આવીને કહો : હું બાળાસાહેબનો શિવસૈનિક છું, સામી છાતીએ લડીશ : હું શિવસેનાના વડાનું પદ પણ છોડવા તૈયાર છું પરંતુ સામે આવીને વાત કરો : તમે પોતાના છો, માંગ કરો, હું બધુ ત્યજી દેવા તૈયાર : પદ તો આવે છે અને જાય છે ઈજ્જત જ સાચી કમાઈ છે : સત્તા જશે તો પણ જનતા પાસે જઈને વોટ માંગીશું

મિલન કુવાડિયા
મેટર ; રાજકીય ઉથલપાથાલ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સાંજે 5 વાગ્યે જનતાને સંબોધન કરવા માટે ફેસબૂકના માધ્યમથી લાઈવ થયા હતા. આ FB Liveમાં ઉદ્ધવ ઠાકરેએ શરૂઆત કોરોના સામે છેલ્લા બે વર્ષમાં લડેલ લડાઈથી શરૂ કર્યું હતુ.  મુખ્યમંત્રીએ સવારથી ચાલી રહેલ રાજીનામાની અટકળો વચ્ચે 5 કલાકે ફેસબૂક લાઈવ કરીને જનતાને સંબોધન કર્યું હતુ. સવારે યોજાયેલ મહાવિકાસ અઘાડી સરકારની કેબિનેટ બેઠક સમયે પણ આશંકા વ્યકત કરવામાં આવી હતી કે ઉદ્ધવ રાજીનામું આપશે પરંતુ તેમણે બેઠકમાં કહ્યું કે હતુ કે કોઈપણ ધારાસભ્ય નેતા કે સાંસદ જાહેરમાં સંખ્યાબળ અંગે ચર્ચા ન કરે. અહેવાલ હતા કે સાંજે 5 વાગ્યે તમામ શિવસેનાના ધારાસભ્યોને હાજર રહેવા વ્હિપ જાહેર કરાયું હતુ અને જે પણ હાજર નહિ રહે તેમને પાર્ટીના સભ્યપદેથી બરતરફ કરવામાં આવશે. આ અગાઉ શિવસેનાના કદ્દાવર નેતા અને આગવી શૈલીને કારણે ઓળખાતા ઉદ્ધવ અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદી પટેલે પ્રથમ વખત તાત્કાલિક ધોરણે રાજીનામું આપવા માટે ફેસબૂક પોસ્ટ થકી જાહેરાત કરી હતી.

દુખ એ વાતનું છે કે મારા પોતાના માણસોએ જ મારો સાથ છોડ્યો : ઉદ્ધવ ઠાકરે

મુખ્યમંત્રીએ સવારથી ચાલી રહેલ રાજીનામાની અટકળો વચ્ચે 5 કલાકે ફેસબૂક લાઈવ કરીને જનતાને સંબોધન કર્યું હતુ. તેમણે દુખ વ્યકત કરતા કહ્યું કે મને એ વાતનો અફસોસ નથી કે મારૂં મુખ્યમંત્રી પદ જઈ શકે છે. કોંગ્રેસે અને પવાર સાહેબે મને સીએમ તરીકે સ્વીકાર્યો અને આજના આ કપરા સમયમાં પણ તેઓ મારા સાથે ઉભા છે. દુખ એ વાતનું છે કે મારા પોતાના માણસોએ જ મારો સાથ છોડ્યો. શિવસેનાના નેતાએ આ દગો કર્યો છે. તમે બાળાસાહેબના શિવસૈનિક તરીકે મારી પાસે આવીને માંગણી કરો હું સીએમ પદ શું પાર્ટીના તમામ પદ છોડવા તૈયાર પરંતુ એક વખત મને તો કહો. સુરત કે ગુવાહાટી જઈને આ શું નિવેદન બાજીઓ કરી રહ્યાં છો ? શિવસૈનિક તરીકે તમે ગમે તે સમયે મારી જોડે ગમે તે માંગણી કરી શકો છો પરંતુ જે માંગણીએ છે તે સામે આવીને કરો. દરેક માટે મારા દરવાજા ખુલ્લા છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તમને હું CM પદે યોગ્ય નથી લાગતો તો આવો અને મને કહો, તમે આપો એ ઉમેદવારને સીએમ બનાવવા માટે ભલામણ કરીશ. સમસ્યા હોય તો સાર્વજનિક કેમ કરો છો.તેમણે તમામ બાગી થયેલ ધારાસભ્યોને ટકોર કરતા કહ્યું કે કોઈપણ શિવસૈનિક મહારાષ્ટ્ર સાથે દગો નહિ કરે. પદ તો આવે છે અને જાય છે પરંતુ દરેક માણસની સાચી કમાઈ તો તેણે કમાવેલ ઈજ્જત જ છે. સત્તા જશે તો પણ કઈં વાંધો નથી જનતા પાસે જઈને વોટ માંગીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here