૩૫૬.૧૦ લાખના ખર્ચે નિર્મીત અત્યાધુનિક કુમાર છાત્રાલય થકી વિદ્યાર્થીઓની શૈક્ષણીક સુવિધામા ઉમેરો થશે
બ્રિજેશ ગૌસ્વામી
રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આગામી તા.૧૩-૭-૨૦૨૦ સોમવારના રોજ સવારે ૧૧:૧૫ કલાકે મહુવા ખાતે નવનિર્મીત સરકારી કુમાર છાત્રાલય (વિકસતી જાતી)નો ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાનાર છે. જેમાં મુખ્યમંત્રીશ્રી ગાંધીનગર ખાતેથી કુમાર છાત્રાલયનું ઇ-લોકાર્પણ કરશે.આ પ્રસંગે શ્રી ઈશ્વરભાઈ પરમાર મંત્રીશ્રી ન્યાય અને અધિકારીતા વિભાગ તથા શ્રી વાસણભાઈ આહીર, રાજ્યકક્ષાના મંત્રીશ્રી સામાજિક અને શૈક્ષણીક પછાત વર્ગોનુ કલ્યાણ અને પ્રવાસન વિભાગની વિશેષ ઉપસ્થિતિ રહેશે. મહુવા ખાતે નિર્માણ પામેલ આ કુમાર છાત્રાલય અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. જેના થકી મહુવા તથા ભાવનગર જિલ્લાના વિકસતી જાતીના વિદ્યાર્થીઓની શિક્ષણ સંબંધી સુવિધાઓમા ખુબ વધારો થવા પામશે.