છેવાડાનો માનવી પણ શિક્ષણ મેળવી પોતાનો વિકાસ કરી શકે તે માટે રાજય સરકાર કટિબદ્ધ- મુખ્યમંત્રીશ્રી

સલીમ બરફવાળા
મહુવા ખાતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે રૂ.356.10 લાખના ખર્ચે નિર્માણ પામેલ અત્યાધુનિક સરકારી કુમાર છાત્રાલય(વિકસતી જાતિ) નું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સમાજમાં વંચિત, શોષિત, પીડિત તથા ગરીબ સૌ કોઈને પૂરતો સામાજિક ન્યાય તથા સામાજિક સમરસતા મળે તે રાજય સરકારની નેમ છે.

સામાજિક તથા માનવીય ઉત્થાન માટે શિક્ષણ ખૂબ મહત્વનું છે.જો શિક્ષણ હશે તો સામાજિક સમરસતા સાધી દરેકનો વિકાસ કરી શકાશે.અને તેથી જ શ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી લઈ આજસુધી સરકારે “સબ સમાજ કો સાથ મેં લેકર આગે બઢતે જાના હે” ના મંત્રને અનુસરી રાજ્યને વિકાસના પથ પર આગળ વધાર્યું છે. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે છેવાડાનો માનવી પણ શિક્ષણ મેળવી પોતાનો વિકાસ કરી શકે એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને તેથી જ કુમાર છાત્રાલયો, આદર્શ નિવાસી શાળાઓ, શિષ્યવૃત્તિ, વિદેશ અભ્યાસ વગેરે જેવી અનેક શૈક્ષણિક સુવિધાઓ જે લોકો સામાજિક રીતે પાછળ રહી ગયા છે.

તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા સરકારે ઉભી કરી છે. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે કોરોના મહામારી સામે આખું વિશ્વ સંઘર્ષ કરી રહ્યું છે પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આફતને અવસરમાં બદલવાના મંત્રને અનુસરી ગુજરાત કોરોનાને હરાવવામાં ચોક્કસ સફળ થશે.આજે ગુજરાતમાં ઉચ્ચ કક્ષાની આરોગ્ય સારવારના કારણે કોરોના રિકવરી રેટ વધ્યો છે અને મૃત્યુ દર ઘટ્યો છે.સૌ કોરોના અંગે જાગૃત બનીએ તો રાજ્યનો વિકાસ હંમેશા વધતો જશે અને ગુજરાત ક્યારેય પાછું નહીં પડે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here