નકલી કે હલકા બિયારણ ના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ, કુંભણ અને આજુબાજુના અનેક ખેડૂતોના પાક નિષ્ફળ, કલેકટર અને ખેતીવાડી અધિકારીને કરી રજૂઆત.વળતર અંગે કરી માંગ.

પ્રધાનમંત્રી ફસલ યોજના હેઠળ પણ વીમો ચુકવવા કરી માંગ, અગાઉનો પાકવીમો હજુ મળ્યો નથી જે અંગે પણ ઘટતું કરવા કરી માંગ

દેવરાજ બુધેલીયા
મહુવા પંથકમાં નકલી કે હલકી કક્ષાના બિયારણ ના કારણે પાક નિષ્ફળ જવાની અનેક ઘટનાઓ સામે આવી છે. મહુવા ખાતે બિયારણનું વેચાણ કરતી એક દુકાનમાંથી કુંભણ અને આજુબાજુના ગામોના ખેડૂતોએ મોંઘા ભાવનું બિયારણ ખરીદ કરી વાવણી કરી હતી. ખુબ સારું ચોમાસું અને સારા વરસાદમાં પણ પાક નિષ્ફળ જતા ખેડૂતો ચોંકી ઉઠ્યા હતા. જેમાં તેમણે ખરીદ કરેલ બિયારણ નકલી કે હલકી ગુણવત્તા જણાતા આ તમામ ગામોના ખેડૂતો આજે જીલ્લા કલેકટર અને જીલ્લા ખેતીવાડી અધિકારી ને રજૂઆત માટે પહોચ્યા હતા. જેમાં આ તમામ ખેડૂતોએ તેમને વળતર મળે તે અંગે માંગ કરી હતી.

સાથે સાથે પ્રધાનમંત્રી ફસલ યોજના માં પણ તેમણે કોઈ પ્રકારે વળતર કે વીમો આજદિન સુધી મળ્યો નથી. જયારે અગાઉ પણ વળતર અંગે સર્વે કરવામાં આવ્યો હોય અને જેમાં ૮૦ થી ૯૫% વળતર ની ખાતરી ખેડૂતોને ખેતરોમાં આપ્યા બાદ આ વળતર ઓફીસના ટેબલ પર પહોચતા શૂન્ય થઇ જાય છે અને કોઈ વળતર ચુકવવામાં આવ્યું ના હોય જેથી આ ખેડૂતોએ વળતરની માંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here